વડનગર : પોતાના પુત્ર કરતાં વધુ તંદુરસ્ત હોવાથી કાકાએ ભત્રીજાને ડૂબાડી હત્યા કરી, પકડાઈ જવાના ડરે લાશ મકાનની પાછળ ફેંકી

0
21

વડનગરના મૌલીપુર ગામમાં શનિવારે સાડા ત્રણ વર્ષના એક બાળકની અપહરણ બાદ હત્યા કરવામાં આવી હતી. હત્યા કરનારા બાળકના કૌટુંબિક કાકાએ ચોંકાવનારો ખુલાસો કરતા કબૂલ્યું હતું કે તેણે પોતાના દૂબળા-પાતળા બાળકની સરખામણીએ ભત્રીજો તંદુરસ્ત હોવાથી ઇર્ષા રાખીને હત્યા કરી હતી.

મૌલીપુર ગામે ગત શનિવારે ઘરના આંગણામા રમતા ગૂમ થયેલા અશદઅલી શેરઅલી મોમીનના સાડા ત્રણ વર્ષના પુત્ર મહંમદ અખલાકની શોધખોર દરમિયાન બીજા દિવસે સામેના મકાનની પાછળની દિવાલ નજીકથી તેની દુર્ગધ મારતી ફુલી ગયેલી હાલતમા લાશ મળી આવી હતી.જે દિવાલ પાસેથી લાશ મળી આવી હતી તે મકાનના માલિક અકબરઅલી કમરઅલી શંકાના દાયરામા હતો. પોલીસ પુછપરછમાં અકબરઅલીએ મહંમદ અખલાકને બિસ્કીટ અને વેફરના બહાને પોતાના ઘરમાં લઈ જઈ પાણીની ટાંકીમાં ફેંકી દીધો હોવાની કબૂલાત કરી હતી.

બાળકની પીઠ દીવાલે ઘસાઈ હોવાથી લોહીના નિશાન મળ્યા
અકબરઅલીએ કબૂલાત કરી હતી કે તેણે ભત્રીજાને પાણીની ટાંકીમાંથી બહાર કાઢી લોખંડના ભંગારમાં પટકી દીધો હતો, જ્યાં પડેલું લોહી સાફ કરી કપડું ત્રીજા માળે અગાસીમાં ફેંકી દીધું હતું, પરંતુ પોલીસ ડોગ જોતા પકડાઈ જવાના ડરથી તેણે બીજા માળે સંતાડી રાખેલી લાશ મકાનની પાછળ ફેંકી દીધી હતી.

શરૂઆતથી જ તપાસમાં સાથે હતો
સમગ્ર તપાસમાં અકબરઅલી ગ્રામજનો અને પોલીસની સાથે રહ્યો હતો. તપાસ પર તેની શરૂથી નજર હતી અને તે બાળકનો કાકા હોવાથી તેના પર શંકા પણ નહતી. જોકે પોલીસના ડોગને કારણે પકડાઈ જવાના ડરથી મકાનની પાસે જ નાખેલી લાશે તેની પોલ ખોલી નાખી.

ડૂબાડીને હત્યા કરાઈ હોવાનો રિપોર્ટ
બાળકને કરંટ આપીને,ગળું દબાવીને કે પછી પાણીની ટાંકીમાં નાખીને હત્યા કરાઇ હોવાની આશંકા વચ્ચે અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાં પીએમ કરાયું હતું, જેમાં બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયાનો રિપોર્ટ આવ્યો હતો. જેને આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here