વડનગર માં રૂ.7 કરોડ નું ઉઠમણું કરનારની ધમકી,

0
46

મહેસાણા: એકના ડબલ કરવાનું કહી વડનગર- મહેસાણા પંથકના 300થી વધુ ગ્રાહકો સાથે રૂ.7 કરોડની છેતરપિંડી કરનારા વડનગરના ચેહર એન્ટરપ્રાઇઝના માલિક જીતેન્દ્ર સોનીએ ઓડિયો ક્લીપ ફરતી કરી ભૂગર્ભમાં જતો રહેતાં ચકચાર મચી ગઇ છે. વાઈરલ ઓડિયો ક્લિપમાં જીતેન્દ્ર સોનીએ નફ્ટાઇપૂર્વક જે પોલીસ કેસ કરશે તેને પૈસાય નહીં મળે તેમ જણાવ્યું છે.

વાઈરલ ઓડિયો ક્લિપમાં જીતેન્દ્ર સોનીએ તેના છેતરપિંડીનો ભોગ બનેલા ગ્રાહકોને સંબોધતાં કહ્યું છે કે, જય માતાજી.. જીતેન્દ્ર સોનીના રામ રામ… મારા બધા જ સભ્યોને એક નમ્ર વિનંતી કે હું હવે તમારા બધાના પૈસાના 12 ટકા, 15 ટકા અને 17 ટકા સુધી વ્યાજ ચૂકવ્યા છે. એ હું ભરી ભરીને એટલી હદ સુધી કંટાળી ગયો છું કે, યાતો તમારા પૈસા કમાઇને પાછા લાવી આપીશ યા પછી છેલ્લા રામ રામ ગણજો. કોઇપણ જાતના ટેન્શન વગર મને 3-4 મહિનાનો ટાઇમ આપો. તમારા બધાના પૈસા પાછા આવી જશે. અત્યારે અહીંયાથી બહાર જવાનું મારું એક જ કારણ છે કે લોકો મને ટોર્ચર કરી કરીને જીવવા દેતા નથી. જો હવે હું બહાર જાઉં છું અને જો અહીંયાથી લોકોએ ટોર્ચર કર્યું, ભૂલથી પોલીસ કેસ કર્યા, ખોટા ચેકના કેસો કર્યા તો જિંદગીમાં એમના પૈસા આવશે નહીં. જે કેસ કરશે એને જિંદગીમાં એક રૂપિયો આપીશ નહીં. નહીં તો શાંતિ રાખજો, દિવાળી પહેલાં આવીશ તમારી દિવાળી બગાડીશ નહીં. તમારી બધાની દિવાળી સુધરે એ રીતે બધાના પૈસા પાછા આપી દઇશ… જય માતાજી.. વાઈરલ ઓડિયો ક્લિપથી હલચલ મચી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here