વડનગર : મોલીપુરમાં સાડા ત્રણ વર્ષના બાળકના અપહરણ બાદ સંબંધીના ઘર પાસે લાશ મળી

0
30

વડનગર: મોલીપુર ગામેથી શનિવારે સવારે સાડા ત્રણ વર્ષના બાળકનું અજાણ્યો શખ્સ અપહરણ કરી જતાં ચકચાર મચી ગઇ હતી. ગઈકાલે આ મામલે પોલીસ ફરિયાદ પણ નોધાઈ હતી. ત્યારે અપહૃત બાળકની તેના સંબંધીના ઘર પાછળ લાશ મળતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

ચોકમાં રમતા બાળકનું અપહરણ થયું હતું: મોલીપુરના અશદઅલી શેરઅલી મોમીનનો સાડા ત્રણ વર્ષનો પુત્ર મહંમદઅખલાક શનિવારે સવારે 9 વાગે ગામના ચોકમાં રમતો હતો. તેની માતા નાહવા ધોવા માટે તેને લેવા ગઇ ત્યારે જોવા નહીં મળતાં પરિવાજનોએ ગામમાં તેમજ આસપાસના ગામોમાં પણ તપાસ કરી હતી. પરંતુ કોઇ જગ્યાએથી ભાળ ન મળતાં તેના પિતાએ વડનગર પોલીસ મથકમાં બાળકના અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here