વડાગામ : પત્ની પિયરમાં જતાં પિતાએ ઠપકો આપ્યો, પુત્રએ ધોકો મારી પિતાની હત્યા કરી

0
79

વડાગામઃ ધનસુરાના વડાગામના નવા રાવળવાસમાં રહેતા યુવકની પત્ની પિયર જતી રહેતા પિતાએ તેને ઠપકો આપ્યો હતો. જે બાબતે પિતા-પુત્ર વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં પુત્રએ ધોકો મારાત પિતાનું મોત નીપજ્યું હતું. જેમાં પુત્રની માતા પણ ઇજાગ્રસ્ત થઇ હતી. આ અંગેની ફરિયાદ ધનસુરા પોલીસ સ્ટેશને નોંધાઈ છે.

બનાવની વિગત એવી છેકે, વડાગામ ગામે નવા રાવળવાસમાં રહેતા અશ્વિનભાઈની પત્ની પીયરમાં જતી રહેતા તેને તેડી લાવવા માટે તેના માતા-પિતાએ કહ્યું હતું. જેને લઇને અશ્વિને ઉશ્કેરાટમાં આવી માતા-પિતા સાથે ઝઘડો કરી કપડાં ધોવાના લાકડાના ધોકા વડે બન્નેને માર મારતાં પિતા નાનજીભાઇ ઉકળભાઇ વસાવા અને માતા સવિતાબેનને શરીરે ઈજાઓ થઇ હતી.

બનાવ અંગે રાજુભાઇ નાનજીભાઇ વસાવા(૩૩) રહે.વડાગામનાઓએ અશ્વિનભાઇ નાનજીભાઇ વસાવા વિરુદ્ધ ધનસુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.ઘટનાથી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. હત્યારા પુત્રની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here