- Advertisement -
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના વિશેષ સહયોગી નઈમ હલ હક સચિન તેંડુલકરનો ફોટો પોસ્ટ કરીને યુઝર્સના નિશાન પર આવી ગયા છે. નઈમ ઉલ હકે ટ્વિટર પર તેંડુલકરનો બાળપણનો ફોટો શેર કર્યો અને તેમાં કેપ્શન(ફોટો લાઈન) લખી ઈમરાન ખાન, 1969.
નઈમે જેવો ફોટો પોસ્ટ કર્યો કે તરત જ તે યુઝર્સના નિશાન પર આવી ગયા. એક યુઝરે વિરાટ કહોલીના બાળપણનો ફોટો શેર કર્યો અને લખ્યો ઈઝમામ ઉલ હક,1976. જયારે એક અન્ય યુઝરે બોલિવુડ ફિલ્મ લગાનની તસ્વીર શેર કરીને લખ્યું છે કે જોસ બટલર અને અશ્વિન 1980માં.
એક અન્ય યુઝરે કટાક્ષ કરતા એક બાળકની તસ્વીર પોસ્ટ કરી અને કેપ્શન લખ્યું, સરફરાજ 1987માં. જયારે શુભમ નામના યુઝરે ધોનીની તસ્વીર શેર કરતા લખ્યું, કામરાન અકમલ.