વડાપ્રધાનની વિમાન મુસાફરી થશે વધુ સુરક્ષિત, નવા વિમાનમાં રાહુલ બેસશે કે મોદી

0
10

વિશ્વના સૌથી મોટી લોકશાહી ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની વિમાનની મુસાફરી વધુ સુરક્ષિત થવાની છે. કારણ કે, તેમના માટે બે બોઈંગ 777 વિમાનને વિશેષ રીતે તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેના પર મિસાઈલથી હુમલો કરવામાં આવે તેમ છતા તેની અસર ન થાય.

અમેરિકાના રાષ્ટ્રપતિ માટે વાપરવામાં આવતા એરફોર્સ વનની જેમ આ વિમાન લાર્જ એરક્રાફ્ટ ઈન્ફ્રરેડ કાઉન્ટર્મેશન ટેકનિક મુકવામાં આવશે. જેથી તેના પર મિસાઈલથી પણ હુમલો સંભવ નહી થઈ શકે. આ સિવાય આ વિમાનોમાં સેલ્ફ પ્રોટેક્શન સ્વિટી પણ હશે. આ બંને વિમાન લગભગ 1300 કરોડ રૂપિયામાં તૈયાર થશે.

આ વિમાનોને એર ઈન્ડિયા વન અથવા ઈન્ડિયન એરફોર્સ વન નામ આપવામાં આવે તેવી શક્યતા છે. આ બંને બોઈંગ 77 વિમાનમાં દુનિયાભરના એડવાન્સ સિક્યોરિટી સિસ્ટમ જેવી કે મિસાઈલ વોર્નિંગ, કાઉન્ટર મેજર ડિસ્પેંસિંગ સિસ્ટમ અને ઈનક્રિપ્ટેનડ સેટેલાઈટ કમ્યુનિકેશન જેવી સુવિધાઓ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here