Tuesday, September 21, 2021
Homeવડાપ્રધાન જૂનાગઢ પહોંચ્યા, સભાસ્થળેથી વિરોધ કરે તે પહેલા બેની અટકાયત
Array

વડાપ્રધાન જૂનાગઢ પહોંચ્યા, સભાસ્થળેથી વિરોધ કરે તે પહેલા બેની અટકાયત

જૂનાગઢ: જૂનાગઢની સભામાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવારે સવારે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. રાજકોટ એરપોર્ટ પર રાજકોટના ભાજપના નેતાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી વડાપ્રધાન હેલિકોપ્ટરની મદદથી જૂનાગઢ પહોંચ્યા છે. ભાજપે જૂનાગઢ અને પોરબંદર બેઠક બચાવવા વડાપ્રધાનને મેદાનમાં ઉતાર્યા છે. જૂનાગઢ સભાસ્થળે મોદીનો વિરોધ કરે તે પહેલા બે વ્યક્તિની પોલીસે અટકાયત કરી હતી. જેમાં એક વ્યક્તિએ તો ભાજપનો ખેસ પહેર્યો છે. પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરી છે.

એક તરફ ચોકીદાર છે અને બીજી તરફ ચોરોની જમાત: વિજય રૂપાણીએ સભામાં જણાવ્યું હતું કે, આ વખતની ચૂંટણી કંઇક જુદા જ મૂડમાં આવે છે. કોના હાથમાં દેશ સલામત છે, દરેક ચૂંટણી અલગ અલગ હોય છે. આદેશ કોવા હાથમાં સલામત છે, નાગરિકોનું ભવિષ્ય કોના હાથમાં સલામત છે તે સૌ કોઇ જાણે છે. એક તરફ ચોકીદાર છે બીજી બાજુ ચોરોની જમાત છે. ચોર મચાયે શોર જેવું છે. ચોકીદાર ચોરોને તકલીફ આપે છે. કોંગ્રેસ કહે છે મોદી હટાવો અને મોદી કહે છે ગરીબી, ભ્રષ્ટાચાર અને બેકારી હટાવો. આતંકવાદીનો સફાયો કરવો એક તરફ રાષ્ટ્રવાદ અને બીજી તરફ પરિવારવાદ છે. જીવીશું દેશ માટે અને મરીશું પણ દેશ માટે.

રાજકોટ શહેર ભાજપ પ્રમુખને મોદીની ટકોર: રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીને વડાપ્રધાને ટકોર કરતા કહ્યું હતું કે, ચિંતા શું કામ કરશ, ચિંતા કરશ તો શરીર કેમ ઉતરતું નથી. હળવા મુડમાં મોદીએ કટાક્ષ કર્યો હતો કે, ચિંતા કરતો જા એટલે શરીર ઉતરે. સભામાં રાજકોટના ઉમેદવાર મોહન કુંડારિયા, જૂનાગઢના ઉમેદવાર રાજેશ ચુડાસમા, પોરબંદરના ઉમેદવાર રમેશ ધડુક અને અમરેલીના ઉમેદવાર નારણ કાછડીયા હાજર રહ્યા છે.

2 લાખ ચોરસ ફૂટના 3 ડોમમાં સભા: જૂનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર રાજેશ ચુડાસમાના ચૂંટણી પ્રચાર માટે નરેન્દ્ર મોદીની જૂનાગઢના કૃષિ યુનિવર્સિટીના સ્પોર્ટસ કોમ્પલેક્ષના મેદાનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 2 લાખ ચોરસ ફૂટના 3 ડોમ ઉભા કરવામાં આવ્યા છે. કાળઝાળ ગરમી છે ત્યારે સભાનો સમય તો સવારનો રાખ્યો છે તેમ છતાં લોકો ગરમીથી કંટાળી સભા સ્થળ છોડી ન જાય તે માટે 3 ડોમમાં 400 પંખા અને પાણીના 700 ફૂવારા ગોઠવવામાં આવ્યા છે. ફૂવારા માટે અંદાજે 4 હજાર લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસ 15 આગેવાનો ભાજપમાં જોડાયા: મોદીની સભામાં પોરબંદર, ગીરસોમનાથ જિલ્લાના કોંગ્રેસના 15થી વધુ આગેવાનો ભાજપમાં જોડાયા છે. ગીરસોમનાથ જિલ્લા પંચાયતના એક સભ્ય, તાલુકા પંચાયતના 2 સભ્ય અને વેરાવળની મોટી ગ્રામ પંચાયત આજે કોંગ્રેસ છોડી ભાજપમાં જાડાઇ છે. આ ઉપરાંત પોરબંદરના કોંગ્રેસના આગેવાન અને પૂર્વ મંત્રી મહંત વિજયદાસજીના પુત્ર ભરતભાઇ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. તેમને વિજયભાઇએ ખેસ પહેરાવ્યો હતો.

અલ્પેશના આવવાથી સૌરાષ્ટ્રમાં ભાજપને ફાયદો થાય: દિનુ સોલંકીએ જણાવ્યું હતું કે, મોદીની જીત છે અને જૂનાગઢની પણ જીત છે. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તો તેના નસીબ. તેમજ જૂનાગઢ બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોર ઓબીસી નેતા છે. તેના આવવાથી જૂનાગઢ અને સૌરાષ્ટ્રમાં પણ ભાજપને ફાયદો થાય. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ તૂટી રહી છે, તેના નેતાઓ પર વિશ્વાસ નથી. ગુજરાતમાં 26 સીટો ભાજપ મેળવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments