Thursday, October 21, 2021
Homeવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરથી હમસફર એક્સપ્રેસને લીલીઝંડી આપી
Array

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરથી હમસફર એક્સપ્રેસને લીલીઝંડી આપી

રાજકોટ:છેલ્લા ઘણા સમયથી કાગળ પર દોડતી અને સૌરાષ્ટ્રના યાત્રિકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં. તે હમસફર ટ્રેનને પીએમ મોદીએ આજે જામનગરમાં લીલીઝંડી આપી છે. હમસફર ટ્રેન 12.30 કલાકે જામનગરથી ઉપડી છે. જે આવતી કાલે 4.10 વાગ્યે બાંદ્રા ટર્મિનલ પહોંચશે.

નિયમિત દિવસોમાં આ ટ્રેન નં. 22924 જામનગર-બાંદ્રા ટર્મિનસ અઠવાડિયામાં ત્રણ દિવસ મંગળવાર, ગુરુવાર અને રવિવારે રાત્રે 8 વાગ્યે ઉપડશે. આ ટ્રેન રાજકોટ સ્ટેશન પર એ જ દિવસે રાત્રે 9.17 કલાકે પહોંચશે. બાંદ્રા સ્ટેશને બીજે દિવસે સવારે 10.20 કલાકે પહોંચશે. એવી જ રીતે પરત ટ્રીપમાં બાંદ્રા ટર્મિનસથી ટ્રેન નં. 22923 દર સોમવાર, બુધવાર અને શનિવારે રાત્રે 11.55 કલાકે ઉપડશે અને રાજકોટ સ્ટેશને બીજે દિવસે બપોરે 12.25 કલાકે અને જામનગર સ્ટેશને બપોરે 2.35 કલાકે પહોંચશે.

હમસફર ટ્રેનની સુવિધા

  •  હમસફર એક્સપ્રેસમાં તમામ કોચમાં 3 ટાયર AC હશે.
  •  જામનગરથી બાંદ્રા ટર્મિનસનું ભાડું રૂ. 1320 છે.
  •  રાજકોટથી બાંદ્રા ટર્મિનસનું ભાડું રૂ. 1225 છે.
  •  આ ટ્રેન હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી અને બોરીવલી ઊભી રહેશે.
  •  આ ટ્રેનમાં 16 કોચ તથા 2 લગેજ વાન મળી કુલ 18 કોચ રહેશે.
  • હમસફર એક્સપ્રેસ ચા-કોફી, સુપના વેન્ડિંગ મશીન, રેફ્રિજરેટર અને પેન્ટ્રી કારની સુવિધાથી સજ્જ છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments