Thursday, October 21, 2021
Homeવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુભાઈ પટેલને પગે લાગી આશીર્વાદ લીધા
Array

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુભાઈ પટેલને પગે લાગી આશીર્વાદ લીધા

ગાંધીનગર/ અમદાવાદ: અડાલજમાં અન્નાપૂર્ણાધામના શિક્ષણ અને વિદ્યાર્થી ભવનના ખાતમૂહુર્તનો આજે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંચ પર પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ હાજર રહ્યા હતા. દરમિયાન મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થતાં મંચ પર બેઠેલા કેશુભાઈ ઊભા થયા હતા. ઉદ્યોગપતિ કરશન પટેલને મળ્યા બાદ નરેન્દ્ર મોદી સીધા જ કેશુભાઈના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા.

કેશુભાઈએ પણ મોદીને ગળે લગાવ્યા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પગે લાગતા કેશુબાપા પણ તેમને ગળે લગાડીને આશીર્વાદ આપ્યા હતા. તેમણે નરેન્દ્રભાઈના બે હાથ પકડીને ખબરઅંતર પૂછ્યા હતા. આ ઘટનાના સાક્ષી રાજ્યના રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી બન્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments