Tuesday, December 7, 2021
Homeવડાપ્રધાન મોદીની બાયોપિકમાં દર્શાવવામાં આવશે ગોધરા કાંડ, ટ્રેનના ડબ્બાને આગ લગાડાઈ
Array

વડાપ્રધાન મોદીની બાયોપિકમાં દર્શાવવામાં આવશે ગોધરા કાંડ, ટ્રેનના ડબ્બાને આગ લગાડાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક પર જોરશોરથી કામ થઈ રહ્યું છે. આ દરમ્યાન અહેવાલ છે કે આ ફિલ્મમાં ગોધરા કાંડનો સીન પણ દર્શાવવામાં આવશે અને રવિવારે (3 માર્ચે) આ સીનનુ શૂટિંગ કરવામાં આવ્યું. મહત્વનું છે કે આ ઘટના વર્ષ 2002ની છે, જ્યારે ટોળાંએ સાબરમતી એક્સપ્રેસના એક કોચને આગચંપી કરી દીધી હતી. તે વખતે પીએમ મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતાં.

ઈન્ડિયન એક્સપ્રેસના રીપોર્ટ મુજબ, આ સીન વડોદરાના વેસ્ટર્ન રેલવે ડિપાર્ટમેન્ટની મદદથી આ પ્લાન કરવામાં આવ્યો હતો અને શૂટિંગ સમગ્રરીતે તેમની દેખરેખમાં થયું. આ સીનનુ શૂટિંગ વિશ્વમિત્ર રેલવે સ્ટેશન પર થયું. શૂટિંગ દરમ્યાન આ ધ્યાન રાખવામાં આવ્યું કે જેનાથી ટ્રાફિકમાં ખલેલ પહોંચશે નહીં.

વેસ્ટર્ન રેલવેના પીઆરઓએ જણાવ્યું કે આ સીન માટે એક ડબ્બાને આગ લગાડવામાં આવી હતી, પરંતુ આ ડબ્બો એક મૉક ડ્રિલ માટે ઉપયોગમાં લેવાનો હતો અને તેનો ક્યારેય ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. સાબરમતી એક્સપ્રેસવાળા સીનનુ શૂટિંગ ગુજરાતમાં કરવામાં આવ્યું છે, પરંતુ ટ્રેનની અંદરનો સીન મુંબઈમાં સેટ લગાવીને શૂટ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં વિવેક ઓબેરૉય વડાપ્રધાન મોદીના રોલમાં જોવા મળવાના છે. વિવેક સિવાય જરીના વહાબ, મનોજ જોશી, પ્રશાંત નારાયણ, બરખા સિંહ સેનગુપ્તા જોવા મળશે. ઉમંગ કુમારના ડાયરેક્શનમાં બનતી આ ફિલ્મ ચાલુ વર્ષે ચૂંટણી પહેલા રીલીઝ થવાની છે. ઉમંગે આ અગાઉ ‘મેરીકૉમ’ અને ‘સરબજીત’ જેવી ફિલ્મો બનાવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments