વડાપ્રધાન મોદી 7 અથવા 8 જૂને માલદીવ જશે, ફરીથી સરકાર બન્યા બાદ પ્રથમ વિદેશ યાત્રા

0
16

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 અથવા 8 જૂનના માલદીવ જઇ શકે છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ફરીથી સરકારના ગઠન બાદ આ તેમની પ્રથમ વિદેશ યાત્રા હશે. ન્યૂઝ એજન્સીના સૂત્રોના હવાલાથી આ જાણકારી આપી છે. પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન મોદીએ 55 મહિનામાં 93 વખત (તેમાંથી એક જ દેશની બે અથવા તેનાથી વધુ મુલાકાત સામેલ છે) વિદેશ યાત્રાઓ કરી હતી.

મનમોહને 10 વર્ષમાં 93 મુલાકાત કરી હતી
નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની બરાબરી કરી છે. મનમોહન સિંહે 10 વર્ષમાં 93 વિદેશ યાત્રા કરી હતી. જો કે, મોદી આ મામલે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીથી પાછળ છે. તેઓએ 16 વર્ષમાં 113 વિદેશ યાત્રા કરી હતી. પૂર્વ વડાપ્રધાન મંત્રી અટલ બિહારી વાજપેયીએ 48 વિદેશ યાત્રા કરી હતી. જ્યારે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ 1947થી લઇને 1962ની વચ્ચે 68 વિદેશ યાત્રા કરી હતી.

મોદી સૌથી વધુ 5 વખત અમેરિકા ગયા
મોદી 5 વર્ષમાં કુલ 49 વખત વિદેશ યાત્રા પર ગયા છે. આ દરમિયાન તેઓ 93 દેશ (જેમાંથી 2થી વધુ મુલાકાત પણ) ગયા. જેમાંથી 41 દેશો એવા છે જ્યાં તેઓ એકથી વધુ વખત ગયા છે. 10 દેશોમાં તેઓ બે વખત ગયા છે. ફ્રાન્સ અને જાપાનમાં ત્રણ ત્રણ વખત ગયા છે. રશિયા, સિંગાપોર, જર્મની અને નેપાળ ચાર વખત ગયા છે. જ્યારે ચીન અને અમેરિકા પાંચ વખત ગયા છે.

મોદીની યાત્રા પાછળ 2021 કરોડ ખર્ચ થયા
મોદી આ વર્ષે ફેબ્રુઆરીમાં સાઉથ કોરિયાની મુલાકાતે ગયા હતા. આ અગાઉ તેઓએ 92 મુલાકાત કરી હતી, જેની પાછળ કુલ 2021 કરોડ રૂપિયા ખર્ચ થયા. જેનો અર્થ એ થયો કે, એક યાત્રા પર અંશતઃ 22 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. યુપીએ-1 સરકારમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે 50 વિદેશ યાત્રા કરી, જેમાં 1350 કરોડ રૂપિયા ખર્ચ થયા હતા. એટલે કે, તેમની એક વિદેશ યાત્રા પર આંશિક 27 કરોડ રૂપિયા ખર્ચ થયા હતા.

30 મેના રોજ મોદી શપથ લેશે
નરેન્દ્ર મોદી 30 મેના રોજ વડાપ્રધાન પદ માટે શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવનમાં સાંજે 7 વાગ્યે મોદી સાથે કેન્દ્રિય મંત્રીઓને પણ શપથ લેવડાવમાં આવશે. એનડીએમાં આ વખતે 352 સાંસદ છે, જેમાંથી 303 એકમાત્ર ભાજપના છે. સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યા બાદ મોદીએ શનિવારે રાષ્ટ્રપતિ ભવનમાં કહ્યું હતું કે, લોકો માટે કામ કરવા માટે અમે એક પળ પણ નહીં ગુમાવીએ. દેશે મને સૌથી મોટો જનાદેશ આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here