Sunday, September 19, 2021
Homeવડોદરાથી મુંબઇની જેટ એરવેઝની 5 ફ્લાઇટ આજથી 30 માર્ચ સુધી રદ્દ, મુસાફરો...
Array

વડોદરાથી મુંબઇની જેટ એરવેઝની 5 ફ્લાઇટ આજથી 30 માર્ચ સુધી રદ્દ, મુસાફરો અટવાયા

વડોદરા: વડોદરાથી મુંબઇના રૂટની જેટ એરવેઝની તમામ 5 ફ્લાઇટ આજથી 30 માર્ચ સુધી રદ્દ કરી દેવામાં આવી છે. જેને પગલે અન્ય એરલાઇન્સે ભાડામાં વધારો કરી દીધો છે.

વડોદરાથી મુંબઇનું 30 માર્ચ સુધીનું એડવાન્સ બુકિંગ કરાવનાર ગ્રાહકોને પણ તમામ ફ્લાઇટ રદ્દ કરવામાંં આવી હોવાની જાણ કરી દેવાઇ છે. જેને કારણે મુસાફરો અટવાઇ ગયા છે. આ ઉપરાંત 19 માર્ચથી 30 માર્ચ સુધીનું વડોદરાથી મુંબઇની ફ્લાઇટ્સનું શિડ્યુલ પણ હટાવી દેવામાં આવ્યું છે.
કોર્પોરેટ વર્તુળોનાં જણાવ્યાં પ્રમાણે જેટ એરવેઝનું દેવું વધીને 8 હજાર કરોડ રૂપિયા થઇ ગયું છે. જેમાંથી 1700 કરોડ માર્ચના અંત સુધી ચૂકવવાના છે. કંપનીના 119 વિમાનો પૈકી 53 વિમાનો ગ્રાઉન્ડ થઇ ગયા છે. અને એરલાઇન્સ ઘણા મહિનાઓથી પાઇલટ અને એન્જિનિયરિંગ સહિતના સ્ટાફનો પગાર પણ સમયસર ચૂકવાતો નથી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments