Wednesday, December 8, 2021
Homeવડોદરાના એકાઉન્ટન્ટે રાતોરાત કરોડપતિ થવા 14 બોગસ કંપની બનાવી 650 કરોડનું GST...
Array

વડોદરાના એકાઉન્ટન્ટે રાતોરાત કરોડપતિ થવા 14 બોગસ કંપની બનાવી 650 કરોડનું GST કૌભાંડ આચર્યું

સુરત: એસજીએસટી વિભાગે 14 કંપનીઓના સહારે આચરેલા રૂપિયા 650 કરોડના બોગસ બિલિંગ સ્કેન્ડલમાં મૂળ વડોદરાના અને વ્યવસાયે જીએસટી એકાઉન્ટન્ટ સની નાગરની ધરપકડ કરી છે. આરોપીને બુધવારે મોડી સાંજે આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. ચોથી ફેબ્રુઆરી સુધી આરોપીને જયુડિશિયલ કસ્ટડીનો ઓર્ડર કરવામાં આવ્યો છે. સમગ્ર સ્કેન્ડલમાં અત્યાર સુધી 50થી વધુ લોકો સુધી રેલો ગયો છે. સમગ્ર સ્કેન્ડલમાં આરોપીએ 99 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી છે. જે પરત લેવાની તજવીજ હાલ ચાલી રહી છે. તપાસકર્તા અધિકારીઓએ કહ્યુ કે આરોપી જીએસટી એકાઉન્ટન્ટ-કન્લ્ટન્ટ હોય ચોપડાઓ લખતા-લખતા ખોટી આઇટીસી મેળવવાનો કારસો રચી બેઠો હતો.

મેટલ સ્ક્રેપ, સ્ટીલમાં બોગસ બિલિંગ

બોગસ કંપનીઓમાં તેલ, મેટલ સ્ક્રેપ, એમ.એસ. તથા એસ.એસ. પ્લેટની હતી. 14 પૈકી આઠ સુરતમાં અને 6 વડોદરામાં ઊભી કરવામાં આવી હતી.

99 કરોડની આઇટીસી પરત મેળવવા ધમપછાડા

સમગ્ર સ્કેન્ડલમાં રૂ. 99 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી છે. જે બોગસ બિલ ખરીદનારાને પાસઓન પણ કરી દેવામાં આવી છે.  ક્રેડિટ પરત મેળવવાની હિલચાલ ચાલુ છે.

સમગ્ર ખેલ ક્રેડિટ અને કમિશનનો: એક્સપર્ટ

સી.એ. દિપ ઉપાધ્યાય કહે છે કે સમગ્ર સ્કેડન્લ પર નજર નાંખીએ તો વાત કમિશન અને ક્રેડિટ વહેંચણીની છે. 14 કંપનીઓ બનાવાઇ, જેમાં એક મુખ્ય કંપની હતી. પેટા કંપનીઓએ કાગળ પર જ માલ મુખ્ય કંપનીને વેચ્યો, અને મુખ્ય કંપનીએ તે માલ ખરીદી તેને લોકલ માર્કેટમાં વેચ્યો હતો. આ વેચાણ પણ કાગળ પર જ હતુ. પરંતુ અહીં લોકલ વેપારીઓને માલ જીએસટી લગાવીને વેચવામાં આવ્યો, હવે આ ક્રેડિટ લોકલ વેપારીઓએ પણ મેળવી અને પોતાનો ભરવાપાત્ર ટેક્સ તેની સામે સરભર કરી લીધો.

કંપનીઓ-ટર્નઓવર બધું જ કાગળ પર, બિલ ખરીદનારા ભેરવાશે
કંપનીનું નામ ટર્નઓવર ટેક્સ
મમતા ટ્રેડર્સ 58,69,60,132 8,95,36,310
રોયા ટ્રેડર્સ 5,83,22,330 8,89,66,286
મહાવીર ટ્રેડર્સ 4,25,685,196 6,49,35,048
રોયલ ટ્રેડર્સ 19,31,51,423 29463798
રાઘેશ ટ્રેડર્સ 8,21,50,847 12531488
આદિદેવા એન્ટરપ્રાઇઝ 5,74,27,152 67,60,072
અનિશ એન્ટરપ્રાઇઝ 49,54,96,842 7,55,96,550
લક્કી એન્ટરપ્રાઇઝ 49,53,91,334 7,55,80,882
જોલી એન્ટરપ્રાઇઝ 49,54,05,245 7,55,83,862
રોહિત એન્ટરપ્રાઇઝ 42,60,23,916 6,50,01,551
રામદેવ એન્ટરપ્રાઇઝ 39,38,51,783 6,00,86,160
હેલી એન્ટરપ્રાઇઝ 34,31,03,360 5,23,43,944
લક્ષ્મીરાજ એન્ટરપ્રાઇઝ 30,57,21,807 4,66,41,464
રાઘવ ટ્રેડર્સ 10,71,32,098 1,63,42,184

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments