વડોદરાના ગોત્રીમાં નટુ દરબારનો જુગારધામ ઝડપાતાં PI અને વહીવટદારની બદલી

0
26

વડોદરા: શહેરના ગોત્રી ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટીમાં લક્ષ્મીપુરા પોલીસની મિલીભગતથી ચાલતા નટુ દરબારના જુગારધામ પર ગત 21 જાન્યુઆરીએ સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી 8 જુગારી ઝડપી લીધા હતા, જ્યારે નટુ દરબાર ભાગી છૂટ્યો હતો.નટુ દરબારનું જુગારધામ પકડાતાં લક્ષ્મીપુરા પીઆઇ ચૌધરીની પોલીસ કન્ટ્રોલરૂમ અને વહીવટદાર હે.કો. ગજેન્દ્રસિંહની પ્રતાપનગર પોલીસ મુખ્યમથક ખાતે બદલી કરી દેવાઇ હતી.

ઉત્તરાયણ અગાઉ ક્રાઇમ બ્રાન્ચે માંજલપુર દિવ્ય જ્યોત સોસાયટીના હોલ પાસે દારૂનું કટિંગ થતું હતું ત્યારે દરોડો પાડતાં 7 શખ્સ દારૂ અને કાર સાથે પકડાયા હતા. તેમની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો કે બૂટલગેર વિજયસિંહ રાણાના કહેવાથી હરિયાણાનો ધીરજ શર્મા બંધ બોડીના ટ્રેલરમાં દારૂ ભરેલી ત્રણ કાર ચડાવીને વડોદરા લાવ્યો હતો. પોલીસે અન્ય સ્થળોએ પણ દરોડા પાડી 12 શખ્સને દારૂ તથા કોરોલા, સફારી અને આઇકોન કાર અને 3 મોપેડ મળી 32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનના વહીવટદાર પો.કો લાલાભાઇ ભાવસિંગભાઇની પણ પોલીસ કમિશનરે પ્રતાપનગર મુખ્ય મથક ખાતે બદલી કરી દીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here