વડોદરાના ગોત્રી રોડ પર ટેમ્પોમાં ભરેલી એંગ્લો કારમાં ઘૂસી ગઇ, દંપતિ ઇજાગ્રસ્ત

0
38

વડોદરા: વડોદરા શહેરના ગોત્રી રોડ પર આવેલા ઇસ્કોન હાઇટ્સ પાસેથી એલ્યુમીનિયમની એંગલો ભરીને પસાર થઇ રહેલા ટેમ્પોમાંથી એંગલો પડતા આગળ જઇ રહેલી કારમાં ઘૂસી ગઇ હતી. એંગલો કારના સ્ટેઇરિંગ સુધી ખૂંપી જતાં કારમાં સવાર દંપતિને ઇજાઓ પહોંચી હતી.

વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર રહેતા મદનભાઇ પટેલ તેમની પત્ની સાથે કારમાં ગોત્રી ઇસ્કોન હાઇટ્સ રોડ પરથી પસાર થતા હતા. ત્યારે ઘટના બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને એંગલોથી ઇજા પામેલા પટેલ દંપતિને તુરંત જ નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બીજી બાજુ આ બનાવની જાણ ગોત્રી પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. અને ટેમ્પો ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.

નોંધનીય છે કે, વડોદરા શહેરમાં સવારે 7થી બપોરે 1 કલાક અને સાંજ 5 થી રાત્રે 9 વાગ્યા સુધી ભારદારી વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવતું શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડેલું છે. તેમ છતાં, ભારદારી વાહન ચાલકો રૂપિયા 100 દંડ ભરપાઇ કરીને હેરાફેરી કરતા હોય છે. ટ્રાફિક પોલીસ તંત્ર પણ રૂપિયા 100 દંડ વસુલ કરીને સંતોષ વ્યક્ત કરતા હોય છે. પરિણામે ભોગ શહેરીજનોને બનવું પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here