વડોદરાના ડભોઇ રોડ પર ગટરો ઉભરાતા સ્થાનિક લોકોમાં રોષ, ઉગ્ર આંદોલનની ચીમકી

0
14

વડોદરા: વડોદરા શહેરના ડભોઇ રોડ પર આવેલી શાંતિનગર-2 સોસાયટીમાં છેલ્લા 5 વર્ષથી ઉભરાઇ રહેલી ગટરોનો પ્રશ્ન હલ ન થતાં સ્થાનિક રહીશોએ આજે કોર્પોરેશન સામે રોષ ઠાલવ્યો હતો. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, અમારા પ્રશ્નનો ઝડપી નિકાલ નહીં આવે તો ન છૂટકે અમારે વોર્ડ ઓફિસમાં જઇને ઉગ્ર આંદોલન કરવું પડશે.

અનેક રજૂઆતો છતાં પરિણામ મળ્યું નથી
વડોદરા શહેરના ડભોઇ રોડ ઉપર આવેલી શાંતિનગર-2 સોસાયટીમાં છેલ્લા 5 વર્ષથી ઉભરાતી ગટરની સમસ્યાએ માઝા મૂકી દીધી છે. ગટર ચોકઅપ હોવાના કારણે ગટરનું પાણી સોસાયટી સ્થિત ખુલ્લી જગ્યામાં ભરાય છે. હાલમાં ખુલ્લી જગ્યા ગટરના પાણીથી તળાવમાં ફેરવાઇ ગઇ છે. સ્થાનિક રહીશો દ્વારા અનેક વખત સ્થાનિક કાઉન્સિલર્સ તેમજ વોર્ડ ઓફિસમાં મૌખિક અને લેખિત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ, લીકેજ થતી ગટરના પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
સ્થાનિકોએ કોર્પોરેશન હાય..હાય..ના નારા લગાવ્યા
ગટરના પાણીથી તળાવ બની જતાં વિસ્તારમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે, ત્યારે તંત્રના બહેરા કાન સુધી વાત પહોંચાડવા સ્થાનિક રહીશો આજે એકઠા થયા હતા. અને કોર્પોરેશન હાય..હાય..ના નારા લગાવી રોષ ઠાલવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here