Tuesday, December 7, 2021
Homeવડોદરાના ફતેગંજ બ્રિજ પર બુલેટ સ્લિપ થતા બે યુવકના મોત, એકની હાલત...
Array

વડોદરાના ફતેગંજ બ્રિજ પર બુલેટ સ્લિપ થતા બે યુવકના મોત, એકની હાલત ગંભીર

વડોદરાઃ વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ પરથી પસાર થઇ રહેલી બુલેટ સ્લિપ થતાં બે યુવકના મોત નિપજ્યાં છે. જ્યારે એક યુવકની હાલત ગંભીર છે. જેની હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

સુરત પાર્સિગની GJ-05-SE-5000 નંબરની બુલેટ લઇને આજે વહેલી સવારે 4 વાગ્યે ત્રણ યુવાનો ફતેગંજ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે બાઇક સ્લિપ ખાઇ ગઇ હતી.

ઇજાગ્રસ્ત યુવક વિક્રમ મનબહાદુર ક્ષેત્રી(20) પ્લોટ નં-31,32,33, ડુમ્મસ રોડ સુરતનો રહેવાસી છે. જોકે મૃતકોની ઓળખ હજુ સુધી થઇ શકી નથી. ઇજાગ્રસ્ત યુવક હાલ વડોદરાની સયાજી હોસ્પિટલના વોર્ડ બી-2માં સારવાર લઇ રહ્યો છે. હાલ તેની હાલત ગંભીર છે. જેથી તેને આઇસીયુમાં દાખલ કરવી પડે તેવી સ્થિતિ છે. પરંતુ સયાજી હોસ્પિટલમાં આઇસીયુના કોઇ બેડ ખાલી ન હોવાથી યુવકને અમદાવાદ રિફર કરવાની તજવીજ ચાલી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments