Wednesday, December 8, 2021
Homeવડોદરાના ફતેપુરા વિસ્તારમાં બે કોમ વચ્ચે પથ્થરમારો, મહિલા ઇજાગ્રસ્ત
Array

વડોદરાના ફતેપુરા વિસ્તારમાં બે કોમ વચ્ચે પથ્થરમારો, મહિલા ઇજાગ્રસ્ત

વડોદરા: વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલા ભાંડવાડામાં આજે બપોરે નજીવી બાબતે બોલાચાલી થતા બે કોમ વચ્ચે પથ્થરમારો થયો હતો. જેમાં એક મહિલા ઇજાગ્રસ્ત થઇ હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ફતેપુરા સ્થિત ભાંડવાડામાં આજે 10થી 12 લોકો વચ્ચે ઝઘડો થયો હતો. જોતજોતામાં બે કોમના ટોળા આમને-સામને આવી ગયા હતા. ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ટીમો પણ દોડી ગઇ હતી. અને મામલો થાળે પાડ્યો હતો. જોકે સંવેદનશીલ વિસ્તાર હોવાથી ફતેપુરામાં હાલ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments