વડોદરાના મચ્છીદીઠ અને નવાબવાડામાંથી હથિયારો અને વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

0
20

વડોદરા: શહેરના મચ્છીપીઠ અને નવાબવાડામાં પોલીસે બાતમીના આધારે બે વ્યક્તિઓના ઘરમાં દરોડો પાડી જીવલેણ હથિયારો અને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે મુદ્દામાલ સાથે બંને વ્યક્તિઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

પુલવામાં આતંકી હુમલા બાદ શહેરમાં શાંતિ જળવાઇ રહે તે માટે શહેર પોલીસ કમિશનર દ્વારા શહેર પોલીસ તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. પોલીસ તંત્ર દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કારેલીબાગ પોલીસના સર્વેલન્સ સ્ક્વોડે બાતમીના આધારે મચ્છીપીઠમાં આવેલા આદિલ કોમ્પ્લેક્ષમાં 503 નંબરના મકાનમાં રહેતા આમિરખાન નસરૂલ્લાખાન પઠાણ અને અડુની પાગા, નવાબવાડામાં રહેતા અહેજાઝ ઉર્ફ હડુ હનીફ શેખના ઘરમાં દરોડો પાડી તલવાર, ધારીયા, કટાર, બેઝબોલ, હોકી જેવા જીવલેણ હથિયારો તેમજ દારૂની બોટલો ઝડપી પાડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here