- Advertisement -
વડોદરાઃ પુલવામામાં થયેલા આતંકી હુમલના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે વડોદરાના શાકભાજી, ફ્રુટ અને ફુલ માર્કેટના 1 હજારથી વધારે વેપારીઓએ આજે બંધ પાળ્યો છે. અને વેપારીઓએ વિશાળ રેલી કાઢીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
વેપારીઓએ આજે શહીદોને યાદ કરી બે મિનીટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા શનિવારે હાથીખાના બજાર, એમજી રોડ, મંગળબજાર અને ચોકસી બજારના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળી શહિદોને શ્રદ્ધાંજલિ આપી હતી.