વડોદરાના સયાજીબાગમાં મિનિ બુલેટ ટ્રેન પર બ્રેક, નિયમો નેવે મૂકાતા કોન્ટ્રાક્ટ રદ કરાયો

0
41

વડોદરા: વડોદરા શહેરના સયાજીબાગમાં મિનિ એ.સી. બુલેટ ટ્રેન દોડે તે પહેલાં જ બ્રેક વાગી ગઇ છે. કોર્પોરેશનના નિયમો નેવે મૂકીને એક અધિકારી દ્વારા આપી દેવામાં આવેલો કોન્ટ્રાક્ટ રદ્દ કરી દેવામાં આવ્યો છે. કોંગ્રેસના મહિલા કાઉન્સિલરે બુલેટ ટ્રેન અને ઝીપનો કોન્ટ્રાક્ટ બારોબાર આપી દેનાર જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે.

5 અધિકારીઓએ ભેગા મળીને કંપનીને એગ્રીમેન્ટ કરી આપ્યો હતો
વડોદરા શહેરના કોંગ્રેસના કાઉન્સિલર અમી રાવતે જણાવ્યું હતું કે, વડોદરાના સયાજીબાગમાં અમદાવાદની ખોડલ કોર્પોરેશન પ્રા.લિ.ને હાલમાં જોય ટ્રેન ચલાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ કંપનીને પાર્કસ એન્ડ ગાર્ડનના તત્કાલિન ડાયરેક્ટર ભુપેન્દ્ર શેઠે આ કંપનીને કોર્પોરેશનના નિયમો મૂકીને મિનિ એ.સી. બુલેટ ટ્રેન અને ઝીપ શરૂ કરવાનો કોન્ટ્રાક્ટ તા.17-5-018ના રોજ આપી દીધો હતો. અને તે માટે કોર્પોરેશનના 5 અધિકારીઓએ ભેગા મળીને કંપનીને એગ્રીમેન્ટ કરી આપ્યો હતો. તેના બદલમાં કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર રૂપિયા 6 લાખ વધારાના કોર્પોરેશનને ચૂકવવાનું નક્કી થયું હતું. જે એગ્રીમેન્ટ અંગે રજૂઆત કરવામાં આવતા આ એગ્રીમેન્ટ પાર્કસ એન્ડ ગાર્ડનના ડાયરેક્ટર વી.આર. ચીખલીયાએ રદ કરવાનો હુકમ કર્યો છે.
કોર્પોરેશનને આર્થિક નુકશાન પહોંચાડ્યું હોવાનો આક્ષેપ
કાઉન્સિલર અમી રાવતે જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા આ કોન્ટ્રાક્ટ રિવ્યુ કરવામાં આવે તો કોર્પોરેશનને રૂપિયા 40થી 50 કરોડની આવક થાય. પરંતુ, કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા 25 વર્ષના આપેલા કોન્ટ્રાક્ટમાં રૂપિયા 1.50 કરોડ કોર્પોરેશનને અપાવીને આર્થિક નુકશાન પહોંચાડ્યું છે. ત્યારે ખોડલ કોર્પોરેશન પ્રા.લિ.ને બારોબાર ફાયદો પહોંચાડવાનો કારસો રચનાર કોર્પોરેશનના અધિકારીઓને તત્કાલિક સસ્પેન્ડ કરવા મારી માંગણી છે. આ ઉપરાંત સયાજીબાગમાં કોઇપણ જાતનો કોમર્શિયલ પ્રોજેક્ટ ન કરવા મારી માંગણી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here