વડોદરાના સહકારનગરના રહીશોને મકાન ન મળતા 12 કલાક માટે અન્ન-જળનો ત્યાગ કર્યો

0
13

વડોદરાઃ વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે કોર્પોરેશને આડેધડ કોઈ પણ આયોજન કર્યા વગર ઝૂંપડપટ્ટીઓ તોડી પાડી હતી. ઝૂંપડપટ્ટીઓ તોડ્યા બાદ પાલિકાએ 18 માસમાં પાકા ઘર આપવાના વચન આપ્યા હતા. જે વચન પુરા ન થતા લાભાર્થીઓ હવે રસ્તા પર ઉતર્યા છે. જેમાં 100થી વધુ લોકોએ તો 12 કલાક માટે અન્ન અને જળનો ત્યાગ કર્યો હતો.

વડોદરાના તાંદલજામાં આજથી અઢી વર્ષ પહેલા કોર્પોરેશને સહકાર નગર વસાહત પર બુલડોઝર ફેરવી લોકોને બેઘર કર્યા હતા. તેમજ લોકોને માત્ર 18 માસમાં જ રાજીવ આવાસ યોજના અતંર્ગત પાકા મકાનો આપી દેવાના વચનો આપ્યા હતા. પરંતુ આજે અઢી વર્ષ બાદ મકાન આપવાની વાત તો દૂર મકાન બનવાની કામગીરી શરૂ ન થતા સહકારનગરના અસરગ્રસ્તો મકાન માટે આંદોલન કરવા મજબુર બન્યા છે. સહકાર નગર ખાતે જ અસરગ્રસ્તોએ હાથમાં બેનર અને પોસ્ટર્સ સાથે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કર્યા હતા.

અસરગ્રસ્તોને પાલિકા માત્ર 2000 રૂપિયા દર મહિને ભાડુ ચૂકવે છે જ્યારે અસરગ્રસ્તો ભાડાના મકાન માટે 4000થી 5000 રૂપિયા ચૂકવે છે. આમ અસરગ્રસ્તોને પોતાના ખિસ્સામાંથી રૂપિયા કાઢવાનો વારો આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here