વડોદરાના સ્વિમિંગ પૂલોની હાલત દયનીય, સુવિધા સજ્જ વધુ સ્વિમિંગ પુલ બનાવવાની માંગ

0
17

વડોદરા: સાંઇનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરદાર બાગ સ્વિમીંગ પુલ ખાતે તરણ સ્પર્ધાનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ અને કાઉન્સિલર રાજેશ આયરેએ જણાવ્યું હતું કે, કોર્પોરેશનના ખાડે ગયેલા તંત્રના કારણે કોર્પોરેશન સંચાલિત સ્વિમીંગ પુલોની હાલત દયનીય બની ગઇ છે.

જાપાનીઝ નોવું અને થસ્કો સહિત 1200 સ્પર્ધકોએ ભાગ લીધો
આર.એસ.પી.ના કાઉન્સિલર અને સાંઇનાથ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજેશ આયરે દ્વારા સરદાર બાગ ખાતે આજે તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હરીફાઇમાં જાપાનીઝ નોવું અને થસ્કો સહિત 1200 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં 50 જેટલા દિવ્યાંગોએ ભાગ લીધો હતો. હરીફાઇ બાદ વિજેતાઓને પ્રોત્સાહિત પુરષ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. આ તરણ સ્પર્ધાને નિહાળવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.

વડોદરા શહેરમાં વધુ સ્વિમીંગ પુલો બનાવવા જોઇએ
આ પ્રસંગે કાઉન્સિલર રાજેશ આયરેએ જણાવ્યું હતું કે, કોઇપણ સ્પર્ધામાં હારજીત મહત્વની હોતી નથી., પરંતુ, ભાગ લેવો અગત્યનો છે. વડોદરા શહેરના સ્વિમરોને એક પ્લેટફોર્મ મળે અને ઉત્સાહ વધે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગર સેવા સદનના ખાડે ગયેલા તંત્રના કારણે કોર્પોરેશન સંચાલિત સ્વિમીંગ પુલોની હાલત દયનીય બની ગઇ છે. સ્વિમીંગ દરેક કસરતમાંની શ્રેષ્ઠ કસરત છે. ત્યારે કોર્પોરેશને વડોદરા શહેરમાં વધુ સ્વિમીંગ પુલો બનાવવા જોઇએ. અને હયાત સ્વમીંગ પુલોમાં સુવિધાઓ વધારવી જોઇએ. અગાઉ પણ સ્વિમીંગ પુલો માટે રજૂઆતો કરી છે. પુનઃ એકવાર સ્વિમીંગ પુલો માટે હું રજૂઆત કરનાર છું.