Tuesday, December 7, 2021
Homeવડોદરાની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીનો ગુમ થયેલો સ્ટુડન્ટ આજે મુંબઇમાંથી મળ્યો
Array

વડોદરાની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીનો ગુમ થયેલો સ્ટુડન્ટ આજે મુંબઇમાંથી મળ્યો

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટસ ફેકલ્ટીના સ્કલપ્ચર વિભાગના ચોથા વર્ષમાં અભ્યાસ કરતો આસામનો સુબેંગ બોહરા સોમવારે રાત્રે રહસ્યમય સંજોગોમાં એરપોર્ટ પરથી લાપતા થયા બાદ આજે મુંબઇથી મળી આવ્યો છે.

વડોદરા એરપોર્ટ પરથી બહાર નિક્ળ્યા બાદ સુબેંગ ખુલ્લા પગે ચાલતો-ચાલતો વાસદ ચોકડી પાસે આવેલ હરિ ઓમ ભોજનાલય પર જોવા મળ્યો હતો. ઢાબામાં શાક-રોટલી જમ્યા બાદ કાઉન્ટર પર બીલ ચૂકવવા પહોંચ્યો હતો. કાઉન્ટર પર બીલ ચૂકવી રહેલા SVITના આઈસી વિભાગમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ પૈકીના હર્ષિલ સુત્તરીયાને તેણે પુછ્યું કે, અહીંથી આસામ જવુ હોય તો કઇ રીતે જવાય. જેથી હર્ષિલ અને સાથી મિત્રોએ જણાવ્યું કે વડોદરા અને આણંદ રેલવે સ્ટેશન પરથી ટ્રેન મારફતે જઇ શકે છે. સુબેંગે કહ્યું મારે ચાલતા જવુ છે. આ સાંભળી વિદ્યાર્થીઓએ કહ્યું આસામ ચાલતા જવું શક્ય નથી. અને તેને પૂછ્યું તું ક્યાંથી આવ્યો છે. ત્યારે સુબેંગે કહ્યું વડોદરા MSUમાંથી ચાલતો આવું છું, અને મને રસ્તો બતાવો આસામ ક્યાંથી જવાય, જેથી હર્ષિલના મિત્રએ ગુગલ મેપ ખોલ્યું અને સુબેંગે જણાવેલા વતનના સરનામા પ્રમાણે ગુગલ મેપમાં આસામ જવા માટે અમદાવાદ તરફ જવાનો રૂટ જોવા મળ્યો હતો. જેથી વિદ્યાર્થીઓએ તેને અમદાવાદ તરફનો રૂટ બતાવ્યો હતો. દરમિયાન આજે મુંબઇ પોલીસને સુબેંગ બોહરા મળી આવ્યો માહિતી મળતા પોલીસે તેના પરિવારજનોને જાણ કરી હતી. જેથી તેના પરિવારજનો સુબેંગને લેવા માટે મુંબઇ જવા નીકળ્યા હતા.

છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થી હોસ્ટલના રૂમમાં રહેતા તેના મિત્રો સાથે વાતચીત પણ કરતો નહોતો અને એક જ રટન કરતો હતો કે, ‘ધરતી ખતમ હો રહી હૈ મુજે ઉસે બચાના હૈ’. સોમવારે રાતે તે પોતાનો સામાન લઇને વડોદરા એરપોર્ટ પર પહોંચી ગયો હતો. જોકે તેની પાસે ફ્લાઇટની ટિકીટ ન હોવાથી CISFના જવાનોએ તેને એરપોર્ટમાં એન્ટ્રી આપી ન હતી. જેથી વિદ્યાર્થીએ પોતાનો સામાન અને મોબાઇલ CISFના જવાનને આપી દીધા હતા અને હું પૈસાની સગવડ કરીને આવું છું તેમ કહીંને ત્યાંથી નીકળી ગયો હતો. ત્યારબાદ વિદ્યાર્થી ગુમ થઇ ગયો હતો. વિદ્યાર્થી ગુમ થઇ જતા તેના મિત્રોએ હરણી પોલીસને જાણ કરી હતી. પોલીસે વિદ્યાર્થીની શોધખોળ હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments