વડોદરાની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીનો સ્ટુડન્ટ ગુમ, મિત્રોને છેલ્લે કહ્યું ‘ધરતી ખતમ હો રહી હૈ મુજે ઉસે બચાના હૈ’

0
33

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના ચોથા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી સુબેંગ બોહરા ભેદી સંજોગોમાં ગુમ થયો છે. છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થી હોસ્ટલના રૂમમાં રહેતા તેના મિત્રો સાથે વાતચીત પણ કરતો નહોતો અને બે દિવસથી એક જ રટન કરતો હતો કે, ‘ધરતી ખતમ હો રહી હૈ મુજે ઉસે બચાના હૈ’. વિદ્યાર્થી ગુમ થઇ જતા તેના મિત્રોએ હરણી પોલીસને જાણ કરી હતી. પોલીસે વિદ્યાર્થીની શોધખોળ હાથ ધરી છે.

આસામના હકીમપુરા સ્થિત ગીગોલીનો રહેવાસી સુબેંગ બોહરા છેલ્લા ઘણા સમયથી માનસિક તણાવમાં રહેતો હતો. જેથી સુબેંગને તેના મિત્રોએ ઘરે મોકલી દીધો હતો. જોકે ઉત્તરાયણના થોડા દિવસ પહેલા તે વડોદરા પાછો આવી ગયો હતો. સોમવારે રાતે તે પોતાનો સામાન લઇને વડોદરા એરપોર્ટ પર પહોંચી ગયો હતો. જોકે તેની પાસે ફ્લાઇટની ટિકીટ ન હોવાથી CISFના જવાનોએ તેને એરપોર્ટમાં એન્ટ્રી આપી ન હતી. જેથી વિદ્યાર્થીએ પોતાનો સામાન અને મોબાઇલ CISFના જવાનને આપી દીધા હતા અને હું પૈસાની સગવડ કરીને આવું છું તેમ કહીંને ત્યાંથી નીકળી ગયો હતો. ત્યારબાદ વિદ્યાર્થી ગુમ થઇ ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here