વડોદરાની ફિઝિયોથેરાપિસ્ટ યુવતીની ફરિયાદના આધારે ડોક્ટર સામે દુષ્કર્મનો ગુનો દાખલ

0
2953

વડોદરાઃ કારેલીબાગની ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ જાણીતા ન્યૂરો સર્જન ડો. યશેષ દલાલ સામે ઇમોશનલ બ્લેકમેઇલિંગ કરીને પોતાની સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હોવાના આરોપ લગાવતી અરજી કર્યાના ત્રીજા દિવસે સોમવારે મોડી રાતે તબીબ સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરાયો હતો. દરમિયાન ડોકટર યશેષ દલાલના નિકટનાં વર્તુળોએ જણાવ્યું હતું કે, જે થયું તે બંનેની સંમતિથી થયું છે અને આઠ માસ પહેલાં આ બાબતે ડોકટર સાથે સમાધાન પણ થયું છે. માત્ર પૈસા ખંખેરવાના ઇરાદાથી ડોકટર સામે આરોપો લગાવાયા છે અને ડોક્ટરે અત્યાર સુધી યુવતીને ટુકડે ટુકડે પૈસા આપ્યા હતા. પૈસા મળ્યા બાદ યુવતીએ થેંક્યુના મેસેજ પણ મોકલેલા છે.

વર્તુળોએ જણાવ્યું હતું કે, યુવતી પાસે જે ફોટા છે, તે યુવતીએ જ પાડેલા છે અને તેણે જ ડોકટરને આ ફોટા મોકલ્યા હતા. તે ડોકટર સાથે માલદીવ અને મુંબઇ પણ ગઇ હતી અને જવાની ટિકિટ પણ તે જ બુક કરાવતી હતી. હોટલના રૂમ પણ અલગ અલગ બુક કરાવેલા છે. યુવતીએ ડોકટર પાસે પૈસા પણ માગ્યા હતા અને તેના મેસેજીસ પણ ડોકટર પાસે છે. સાતથી આઠ માસ પહેલાં આ મુદ્દે ડોકટર સાથે સમાધાન પણ થયું હતું. ડોકટરે યુવતીને અત્યાર સુધી માતબર રકમ ચૂકવી હોવાનું અને પૈસા મળ્યા બાદ તેણે થેંક્યુના મેસેજ પણ મોકલેલા છે. બંનેનો સંબંધ પાંચ વર્ષ જૂનો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ડોકટર યશેષ દલાલનું એફબી એકાઉન્ટ હેક થયું છે અને કોઇએ એકાઉન્ટ પર અશ્લીલ ફોટા પણ મૂકી દીધા છે. આ બાબતે ડોકટર દ્વારા સાઇબર ક્રાઇમને પણ અરજી કરવાની તજવીજ શરૂ કરાઇ છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે યુવતીએ અરજીમાં જે કેફિયત વર્ણવી હતી તેને જ તેને જ રૂબરૂ નિવેદનમાં વળગી રહી હતી. તેના પૂર્વ પતિએ પણ ડોક્ટરે કયારે તેનો સંપર્ક કર્યો અને ત્યાર બાદ શું થયું તે સહિતના તમામ મુદ્દાઓ પર નિવેદન લખાવ્યું હતું. પોલીસે યુવતી પાસેથી પુરાવા પણ મેળવ્યા હતા. ડોકટરનો ફોન પણ સતત સ્વિચ ઓફ બતાવતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here