Friday, December 3, 2021
Homeવડોદરાની મકરપુરા GIDCમાં પાણીની લાઇનમાં ભંગાણ, 20 હજાર લિટર પાણી વહી ગયું
Array

વડોદરાની મકરપુરા GIDCમાં પાણીની લાઇનમાં ભંગાણ, 20 હજાર લિટર પાણી વહી ગયું

વડોદરા: વડોદરા શહેરની મકરપુરા જીઆઇડીસીમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા 4 કંપનીઓમાં ઘૂંટણ સમા પાણી ભરાઇ ગયા હતા. ગત રાત્રે સર્જાયેલા ભંગાણને પગલે 20 હજાર લિટર પાણી વહી ગયું હતું.

કોર્પોરેશનની જાણ બહાર રોડ પર કરવામાં આવતી વિવિધ પ્રકારની કામગીરી દરમિયાન પાણીની લાઇનોમાં વારંવાર ભંગાણ સર્જાય છે. જેને પગલે પાણીના પુરવઠાને અસર થાય છે અને લોકોને ભોગ લોકોને બનવું પડે છે.

કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર કૌશિકભાઇ પરમારે જણાવ્યું હતું કે, અંડર ગ્રાઉન્ડ કેબલ નાંખતી વખતે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે. વોર્ડ કચેરી દ્વારા કેબલ નાંખવાનું કામ કરનારને નોટિસ આપવામાં આવશે. હાલમાં પાણીની લાઇન પુનઃ કાર્યરત કરવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. ભંગાણથી પાણી વિતરણ ઉપર કોઇ મોટી અસર પડશે નહીં.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments