Tuesday, December 7, 2021
Homeવડોદરાની સયાજી હોસ્પિટલ પાસે ડમ્પર ચાલકે કારને ટક્કર મારતાં મહિલાનું મોત, 5...
Array

વડોદરાની સયાજી હોસ્પિટલ પાસે ડમ્પર ચાલકે કારને ટક્કર મારતાં મહિલાનું મોત, 5 ઈજાગ્રસ્ત

વડોદરા:  રવિવારે વહેલી સવારે મુંબઈથી વડોદરા લગ્નપ્રસંગમાં હાજરી આપવા વડોદરા આવેલા પરિવારની ગાડીને રાવપુરા આરાધના સિનેમા પાસે ડમ્પરના ચાલકે ટક્કર મારતાં ગાડીમાં સવાર છ લોકો પૈકી 30 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય પાંચ લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

રાવપુરામાં વહેલી સવારે સાડા છ વાગ્યાની આસપાસ થયેલા અકસ્માતના એક કલાકમાં જ એલ એન્ડ ટી સર્કલ પાસે એક ડમ્પરના ચાલકે રિક્ષાને ટક્કર મારતાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મૂળ રાજપીપળાના હરિજનવાસમાં રહેતાં નિશા નરેશભાઈ સોલંકી (ઉં.વ.25), સુરેશભાઈ લાલુભાઇ સોલંકી (ઉં.વ.49) અને જયા સુરેશભાઈ સોલંકી (ઉં.વ.40)  રવિવારે સવારે રિક્ષામાં બેસીને રેલવે સ્ટેશન તરફથી જઈ રહ્યાં હતાં. તે સમયે એલ એન્ડ ટી સર્કલ નજીક પુરપાટ ઝડપે આવેલ ડમ્પરના ચાલકે ટક્કર મારતાં રિક્ષા પલટી ગઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments