Friday, December 3, 2021
Homeવડોદરામાં ઉદ્યોગપતિના પુત્રના અપહરણની ધમકી, પત્રમાં લખ્યું: 25 લાખ 2024માં વ્યાજ સાથે...
Array

વડોદરામાં ઉદ્યોગપતિના પુત્રના અપહરણની ધમકી, પત્રમાં લખ્યું: 25 લાખ 2024માં વ્યાજ સાથે પાછા આપીશ

વડોદરા: વડોદરા શહેરના એક ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ કરી જવાની ધમકી આપી રૂપિયા 25 લાખની ખંડણી માંગનારની ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી છે. આર્થિક ભીંસમાં આવી ગયેલા શખ્સે ઉદ્યોગપતિને નનામો પત્ર લખ્યો છે. જેમાં તેણે રૂપિયા 25 લાખ 14-2-24ના રોજ એક ટકા વ્યાજ સાથે રૂપિયા 40 લાખ પરત કરવાની ખાતરી પણ આપી છે.

વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં ઉદ્યોગપતિ વિનોદભાઇ પટેલ(નામ બદલ્યુ છે) પરિવાર સાથે રહે છે. તેમને બે બાળકો છે. 13-2-019ના રોજ તેમના ગેટની બહાર બંધ કવરમાં એક નનામો પત્ર મળ્યો હતો. કવર ઉપર લખ્યું હતું કે, સબ કામ છોડ કર પહેલે પઢો..અરજન્ટ…. વિનોદભાઇએ કવર ખોલીને પત્ર વાંચ્યો તો, તેમના હોશ ઉડી ગયા હતા. પરિવાર ચિંતાતૂર બની ગયું હતું. પત્રમાં લખ્યું હતું કે, મારે રૂપિયા 25 લાખની જરૂર છે. આ રકમ હું તમને 5 વર્ષ પછી એટલે કે, 14-2-2024ના દિવસે રૂપિયા 40 લાખ એક ટકા વ્યાજ સાથે પરત કરી દઇશ. આ બાબતને ગંભીરતાથી લેજો. નહીં તો તમારા મોટા પુત્ર રોહન(નામ બદલ્યું છે)નું અપહરણ કરી જઇશ. અને તેને મારી નાંખીશ.

ઉદ્યોગપતિને નનામો પત્ર લખનારે વધુમાં એમ પણ જણાવ્યું છે કે, રૂપિયા 25 લાખ ક્યાં પહોંચાડવા તેનું સ્થળ અને મેપ આપેલો છે. રૂપિયા 25 લાખ ટુ-વ્હીલર ઉપર સ્કૂલ બેગમાં મૂકવા આવજો. આ રકમ તા.13-2-019ના રોજ રાત્રે 1 વાગે મોકલેલા મેપ પ્રમાણે પહોંચાડશો. મને ખબર છે કે, રૂપિયા 25 લાખ આપણી પાસેથી લેવા માટે અપનાવેલો રસ્તો ખોટો છે. પરંતુ, મારી પાસે બીજો કોઇ રસ્તો નથી. મારી મજબૂરીના કારણે મારે આ માર્ગ ઉપનાવવો પડે છે. મારે રૂપિયા 25 લાખની સખત જરૂર છે. મને ઉછીના આપો છો તેમ સમજીને મને આપજો. તમારા માટે રૂપિયા 25 લાખ તમારા પુત્ર કરતા વધારે નથી.

પત્રમાં એમ પણ લખ્યું છે કે, તમે પોલીસ પાસે જઇ શકો છો. પરંતુ પોલીસ મને પકડી શકશે નહીં. કદાચ મને પકડવા જાળ પણ બીછાવો તો હું પકડાઇ પણ જઇશ. પરંતુ, હું તમારા પુત્રના મર્ડર માટે ઓલ રેડી ઓર્ડર આપી ચૂક્યો છું. હજુ તમારા પુત્રનું અપહરણ કર્યું નથી. તેનો ફાયદો ઉઠાવશો નહીં. મને રૂપિયા 25 લાખની સખત જરૂર છે. મદદ કરશો. હું તમને વાયદા પ્રમાણે ચોકકસ પરત કરીશ. મારા ઉપર વિશ્વાસ મૂકો.

 

પુત્રનું અપહરણ કરી જવાની ધમકી આપીને રૂપિયા 25 લાખની ખંડણી માંગનારે લખેલા નનામા પત્ર સાથે રોહના પિતા વિનોદભાઇ પટેલે ડી.સી.પી. ક્રાઇમનો સંપર્ક સાધ્યો છે. ડી.સી.પી. ક્રાઇમ જયદીપસિંહ જાડેજાએ પત્રને ગંભીરતાથી લઇ અપહરણની ધમકી આપનારને શોધી કાઢવા માટે પોલીસ ટીમો કામે લગાડી દીધી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments