Thursday, October 28, 2021
Homeવડોદરામાં એકના ડબલ કરવાની લાલચ આપી 54 લાખની છેતરપિંડી, 12 વર્ષ બાદ...
Array

વડોદરામાં એકના ડબલ કરવાની લાલચ આપી 54 લાખની છેતરપિંડી, 12 વર્ષ બાદ ગુનો નોંધાયો

વડોદરાઃ વડોદરા શહેરમાં એકના ડબલ કરવાની લાલચ આપીને છેતરપિંડી કરવાના મામલે 12 વર્ષ બાદ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં સ્માર્ટ કેસ ઇન્વેસ્ટેમેન્ટ નામથી ઓફિસ ખોલી 90 દિવસમાં ડબલ નાણાં આપવાની લાલચ આપીને વડોદરાના રાજીવ કપૂર નામના વ્યક્તિ પાસેથી 54 લાખની છેતરપિંડી થઇ હતી.

ફરિયાદીએ પોતાનું અને સંબંધીઓનું રોકાણ કરાવ્યું
વડોદરા શહેરના વાસણા રોડ આવેલી પાર્થ પાર્ક સોસાયટીમાં રહેતા રાજીવ કપૂરે સ્માર્ટ કેસ ઈન્વેસ્ટમેન્ટ કંપનીમાં 54 લાખ રૂપિયા રોક્યા હતા. જેમાં કંપનીના સંચાલક આશુતોષ કોણકરે ફરિયાદી રાજીવ કપૂરને કંપનીમાં ઈન્વેસ્ટમેન્ટ કરશો તો 90 દિવસમાં રૂપિયા ડબલ થઈ જશે તેવી લાલચ આપી હતી. સ્માર્ટ કેસ ઇન્વેસ્ટમેન્ટ કંપની ગોલ્ડમાં ઈન્વેસ્ટમેન્ટ કરતી હતી. જેથી ફરિયાદીએ આરોપી આશુતોષની વાતમાં આવી પોતે, તેમની પત્ની, પુત્ર, સગા સંબધીઓ અને મિત્રો પાસેથી કંપનીમાં 54 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું.
સીબીઆઇની દરમિયાન ગીરી બાદ ફરિયાદ નોંધાઇ

છેતરપિંડીના કેસના ફરીયાદી રાજીવ કપુરે જણાવ્યું હતું કે, આરોપી આશુતોષ કોણકર અને હું 1999માં ગુજરાત કાર્વન ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં સાથે નોકરી કરતા હતા. હું કોમર્શિયલ વિભાગમાં ડીજીએમની પોસ્ટ પર હતો જ્યારે આરોપી આશુતોષ કર્મચારી તરીકે નોકરી કરતો હતો. આરોપીએ મને એકના ડબલ રૂપિયા થઈ જશે, તેમ કહી રોકાણ કરવાની લાલચ આપી હતી, જેથી 2006માં મેં મારૂ અને સંબંધીઓનું 54 લાખનું રોકાણ કરાવ્યું હતું. પરંતુ 90 દિવસ બાદ આરોપી આશુતોષે એક પણ રૂપિયો આપ્યો ન હતો. જેથી અમે લોકો આજ દિવસ સુધી તેની પાસેથી મેળવવાના પ્રયાસ કરતા રહ્યા હતા. અને 12 વર્ષથી પોલીસ ફરિયાદ નોંધાવાના પ્રયત્નો કરતો રહ્યા હતા પરંતુ પોલીસે ફરીયાદ ન નોંધાતા મેં આખરે મુંબઈ સીબીઆઈમાં ફરીયાદ કરી હતી. જેથી મુંબઇ સીબીઆઈએ ગાંધીનગર સીબીઆઈને કહ્યું હતું અને ત્યારબાદ ગાંધીનગર સીબીઆઈએ વડોદરા પોલીસ કમિશનરે કહેતા આખરે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ છે.

દસ્તાવેજ અને પુરાવાઓની ચકાસણી કરાશે
54 લાખની છેતરપિંડીની તપાસ મકરપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.પી.સીસોદીયા કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, તમામ દસ્તાવેજો અને પુરાવાઓની ચકાસવાની કાર્યવાહી ચાલુ છે, ત્યારબાદ આરોપીની ધરપકડ કરવામાં આવશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments