Monday, October 18, 2021
Homeવડોદરામાં કારે ટક્કર મારતા ધો-10ના વિદ્યાર્થીને પગમાં 15 ટાંકા આવ્યા, છતાં વ્હીલચેરમાં...
Array

વડોદરામાં કારે ટક્કર મારતા ધો-10ના વિદ્યાર્થીને પગમાં 15 ટાંકા આવ્યા, છતાં વ્હીલચેરમાં બેસીને પરીક્ષા આપવા પહોંચ્યો

વડોદરાઃ  વડોદરા શહેરના સંવાદ ક્વાર્ટસમાં રહેતા ચિરાગ સિસોદીયાને બોર્ડની પરીક્ષાના એક અઠવાડિયા પહેલા જ અકસ્માત નડ્યો હતો. જેમાં તેને 15 ટાંકા આવ્યા હતા. તેમ છતાં તે આજે વ્હીલચેર પર બેસીને પરીક્ષા આપી હતી.

વડોદરા શહેરના વારસિયા રોડ પર આવેલા સવાદ ક્વાટર્સમાં રહેતો ચિરાગ રાજેન્દ્રસિંહ સિસોદીયા કારેલીબાગ વિસ્તારમાં આવેલી લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં ધો-10માં અભ્યાસ કરે છે. બોર્ડની પરીક્ષાના એક એઠવાડિયા પહેલા પહેલી માર્ચે ચિરાગ તેના મિત્ર સાથે એક્ટિવા પર બેસીને તેના મિત્રને ત્યાં વાંચવા માટે જઇ રહ્યો હતો. તે સમયે મીરા ચાર રસ્તા પાસે કાર ચાલકે પાછળથી ટક્કર મારતા તે નીચે પટકાયો હતો. અને તેને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેને તુરંત જ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. જ્યાં તેને પગના ભાગે 15 ટાંકા આવ્યા હતા. અને ડોક્ટરે તેને આરામ કરવા માટે કહ્યું હતું. પરંતુ તે માન્યો ન હતો અને પરીક્ષાની તૈયારીમાં લાગી ગયો હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments