વડોદરામાં ગોધરાકાંડનું શૂટિંગ, રેલવે કહે છે આગ નથી લગાવાઇ

0
16

વડોદરાઃ વ઼ડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન ઉપર એક ફિલ્મ બની રહી છે. જે ફિલ્મ સોશિયલ મીડિયા પર રિલીઝ થશે. જે અંગે તેમના જીવનમાં ઘટેલી ઘટનાઓ પૈકી ગોધરા હત્યાકાંડનુ શૂટિંગ વ઼ડોદરા ખાતે ફિલ્માવવામાં આવ્યું હતું. આ અંગે રેલવે દ્વારા પરમિશન આપવામાં આવી હતી. શૂટિંગમાટે સાબરમતી એકસપ્રેસનો કોચ સળગાવવાનું શૂટિંગ કરવા રેલવેનો કોચ વાસ્તવમાં સળગાવવામાં આવ્યાની વાતથી ઉત્તેજના ફેલાઇ હતી. જોકે રેલવે તંત્ર દ્વારા કોચ સળગાવાયાની વાત ખોટી હોવાનું અને શૂટિંગ દરમિયાન સ્પેશિયલ ઇફેક્ટથી આ ઘટના ફિલ્માવાયાનું જણાવ્યું હતું.

પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતે 1થી 4 માર્ચ દરમિયાન ગોધરા હત્યાકાંડનુ શૂટિંગ અને તે માટે કોચ સળગાવાયો હોવાની વાયકાથી લોકટોળાં ઉમટ્યાં હતાં. ફાયર બ્રિગેડને સ્ટેન્ડબાય રાખી ફિલ્મનું શૂટિંગ થયું હતું. આબેહૂબ ચિત્રણ માટે કોચ સળગાવાયો હોવાની વાતે સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી હતી. જોકે વડોદરા ડિવિઝનના પીઆરઓને પૂછતાં તેમણે હેડક્વાર્ટરથી પરમિશન આવ્યાનું અને કોચ સળગાવ્યો નથી. અમને જેવો હતો તેવો કોચ પરત મળી ગયો છે. અમે એનઓસી પણ આપી છે તેમ જણાવ્યું હતું. જોકે શૂટિંગ શેનું છે તે અંગે અજાણ હતા. સી.પી.આર.ઓ. રવિન્દ્ર ભાકરે જણાવ્યું હતું કે , શૂટિંગની મંજૂરી આપી હતી. પરંતુ કોચ સળગાવાયો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here