વડોદરામાં ચાલુ બાઇકે મોબાઇલની બેટરી બ્લાસ્ટ થતાં યુવાન દાઝ્યા બાદ નીચે પટકાયો

0
31

વડોદરા: વડોદરા શહેરના મકરપુરા રોડ ઉપર બાઇક પર જઇ રહેલા યુવાને ખિસ્સામાં મૂકેલો મોબાઇલ ફોન બ્લાસ્ટ થતાં સાથળનો ભાગે દાઝી ગયો હતો. અને ત્યારબાદ બાઇક પરથી નીચે પટકાયો હતો. ઇજાગ્રસ્ત યુવાનને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

વડોદરા શહેરના મકરપુરા બસ સ્ટેન્ડ પાસે આવેલી 37, મહાદેવનગર સોસાયટીમાં વિજય અશોકભાઇ શર્મા (21) પરિવાર સાથે રહે છે. વિજય આજે સવારે 9 વાગ્યે પોતાની મોટર સાઇકલ ઉપર મકરપુરા જી.આઇ.ડી.સી. પાસેથી પસાર થઇ રહ્યો હતો. દરમિયાન સામેથી એક કાર આવતા તે અકસ્માત થશે તેવી દહેશતથી ગભરાઇ ગયો હતો. અને પોતાની બાઇકને બ્રેક મારી હતી. બાઇકને બ્રેક મારતા જ ખિસ્સામાં મૂકેલો મોબાઇલ બ્લાસ્ટ થયો હતો.

મોબાઇલ બ્લાસ્ટ થતાંની સાથે જ વિજયનો ડાબા પગનો સાથળનો ભાગ દાઝી ગયો હતો. સાથળનો ભાગ દાઝી જતાં જ તે બાઇક પરથી રોડ ઉપર પટકાતા કપાળના ભાગે પણ ઇજા પહોંચી હતી. મોબાઇલ ફોન બ્લાસ્ટ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને દાઝી ગયેલા વિજય શર્માને તુરંત જ 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. વિજય શર્માએ સયાજી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધા બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયો હતો.

મોબાઇલ ફોનના એક્સપર્ટ શુશાંત મખ્ખીજાનીએ જણાવ્યું હતું કે, મોબાઇલ ફોન બ્લાસ્ટ થવાના બે કારણ છે. એક કારણ એ છે કે, મોબાઇલ ફોન પ્રોડક્શન સમયે ટેક્નિકલ ખામી રહી ગઇ હોવી જોઇએ. અથવા બીજુ કારણ મોબાઇલ ફોનને તે મોબાઇલ ફોનના ચાર્જરથી ચાર્જ કર્યો ન હોય તો પણ બ્લાસ્ટ થવાની શક્યતાઓ રહે છે.

બનાવની જાણ સયાજી હોસ્પિટલ દ્વારા માંજલપુર પોલીસને પણ કરવામાં આવી છે. માંજલપુર પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here