વડોદરામાં ટુ-વ્હિલર પર જઇ રહેલા યુવાનનું દોરીથી કપાળ કપાયું, હોસ્પિટલમાં દાખલ

0
38

વડોદરાઃ વડોદરા શહેરના જેતલપુર બ્રિજ ઉપરથી એક્ટિવા લઇને પસાર થઇ રહેલા યુવાનને પતંગના દોરાથી કપાળમાં ઘૂસી ગઇ હતી. લોહીથી લથપથ થઇ ગયેલા યુવાનને પસાર થઇ રહેલા વાહન ચાલકો દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતો અમર. જે. પરમાર(37) નામનો યુવાન એક્ટિવા લઇને જેતલપુર બ્રિજ ઉપરથી પસાર થતો હતો. તે દરમિયાન કપાઇને આવેલી પતંગનો દોરો તેના કપાળને ચિરીને પસાર થઇ ગયો હતો. ધારદાર દોરાથી કપાળ ચિરાઇ જતાં અમર લોહી લૂહાણ થઇ ગયો હતો. અને સ્થળ પર જ બેસી ગયો હતો.

ઉત્તરાયણ પર્વ નજીક છે, ત્યારે વડોદરા શહેરમાં પતંગો ચગાવવાની શરૂઆત થઇ ગઇ છે. વાહન ચાલકો પતંગના દોરાથી બચવા માટે સેફ્ટી માટે વિવિધ પ્રકારના ઉપાયો કરી રહ્યા છે. તેમ છતાં વડોદરામાં દર વર્ષે ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઇજા પામવાની ઘટનાઓ બનતી હોય છે.

વડોદરાના જેતલપુર બ્રિજ ઉપર પતંગની દોરીથી યુવાનનું કપાળ ચિરાઇ જવાની ઉત્તરાયણ પર્વ પહેલાં પ્રથમ ઘટના બની છે. જે પ્રમાણે કપાળ દોરીથી ચિરાઇ ગયું છે. તે જોતા આજ દોરી જો ગળાના ભાગેથી પસાર થઇ હોત તો મોટી દુર્ઘટના સર્જાઇ હોત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here