Wednesday, December 8, 2021
Homeવડોદરામાં ટ્રાફિક નિયમના ભંગ બદલ એક દિવસમાં 44 વાહન ચાલકોનાં લાઇસન્સ સસ્પેન્ડ
Array

વડોદરામાં ટ્રાફિક નિયમના ભંગ બદલ એક દિવસમાં 44 વાહન ચાલકોનાં લાઇસન્સ સસ્પેન્ડ

વડોદરા: શહેર ટ્રારેફિક પોલીસ દ્વારા વાહન ચાલકો સામે મંગળવારે ડ્રાઇવ કરી ટ્રાફિક નિયમના ભંગ બદલ પકડાયેલા લોકોને આરટીઓમાં રજૂ કરી તેમનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. અંદાજે 44 લોકોને આરટીઓ દ્વારા દંડ અને ત્રણ મહિના માટે લાઇસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

કાર ચાલકે કહ્યું માનવતા રાખો, પોલીસે કહ્યું એકના લીધે બધાને છોડવા પડે

ટ્રાફિક પોલીસની કાર્યવાહીથી નારાજ કાર ચાલક પંકજ રાવલે કહ્યું કે, ટ્રાફિક પોલીસે અમારી કાર અટકાવી હતી.પોલીસે અમને આરટીઓનો મેમો આપવાનું અને લાઇસન્સ રદ કરવાની પ્રક્રિયાનું જણાવી કાર ડિટેઇન કરી હતી. મેં તેમને ડોક્ટરી સર્ટિફિકેટ બતાવી માવતા દાખવવા જણાવ્યું હતું. અા બનાવ અંગે ટ્રાફિક પીઆઇ એચ.એમ. રાઠવાને પુછવામાં અાવતાં તેમણે કહ્યું કે અમે વાહન ચાલકોને અટકાવીએ  ત્યારે ઘણી દલીલ કરતાં હોય છે, અમે એક જણને છોડીએ તો બધાંને જ છોડવાં પડે.

શું જોગવાઇ છે

આરટીઓ મુજબ સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે. જે વાહન ચાલકો બીજાને જાેખમ ઉભું થાય તેવી રીતે વાહન હંકારે તેમની સામે લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી થઇ શકે. આ અંગે સુપ્રીમ કોર્ટે  મોબાઇલફોન, રોંગસાઇડ વાહન હંકારવું સહિત સ્પષ્ટ ઉદાહરણો આપ્યાં છે. જે મુજબ કાર્યવાહી કરી છે.

સસ્પેન્ડમાં શું થાય

આરટીઓ દ્વારા ઓરિજિનલ લાઇસન્સ જમા લેવાય છે. તેમજ સારથિ ફોરમાં આ અંગે નોંધ થાય છે. ત્રણ મહિના બાદ લાઇસન્સ ધારક પાસે એક એફિડેવિટ લેવાય છે. જેમાં હવે તે ફરી આવી ભૂલ નહીં કરે તેમ લખવાનું હોય છે. જો ફરી આવી ભૂલ થાય તો અંદાજે રૂ. 300 સુધી દંડ થાય છે.

પોલીસ દર સપ્તાહે એક દિવસ ડ્રાઇવ કરશે

પોલીસે રજૂ થયેલા મેમો અંગે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ દ્વારા આવી ડ્રાઇવ દર સપ્તાહે એક દિવસ યોજાશે. ઉદ્દેશ લોકોમાં જાગૃતિ લાવવાનો છે. હવે ભયથી પણ જાગૃતિ આવે તો અન્ય વાહન ચાલકનું જીવન નહીં જોખમાય.- એ.એમ.પટેલ , એ.આર.ટી.ઓ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments