Thursday, September 23, 2021
Homeવડોદરામાં ન્યાય મંદિર ઇમારતમાં મ્યુઝિયમ બનાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું
Array

વડોદરામાં ન્યાય મંદિર ઇમારતમાં મ્યુઝિયમ બનાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું

વડોદરાઃ વડોદરા શહેરના જાગૃત નાગરિકો, વેપારી અને હેરિટેજ પ્રેમીઓએ આજે ન્યાય મંદિરની ઇમારતમાં બરોડા સિટી મ્યુઝિયમ બનાવવાની માંગ સાથે વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

ન્યાય મંદિર ઐતિહાસિક ઇમારત છે

વડોદરા વેપાર વિકાસ એસોસિયેશનના પ્રમુખ પરેશભાઇ પરીખ, નવચેતના ફોરમના કન્વીનર કિર્તીભાઇ પરીખ, હેરિટેજ એક્સપર્ટ ચંદ્રશેખર પાટીલ સહિતના નગરજનો દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, વડોદરા શહેરની મધ્યમાં ન્યાય મંદિર ઇમારત વડોદરાની શાન છે. આ ઐતિહાસિક ઇમારત શ્રીમત મહારાજા સયાજીરાવ ગાયકવાડે મહારાણી ચિમનાબાઇની સ્મૃતિમાં બનાવવામાં આવ્યું હતું. જે સ્થાપત્યનો અજોડ વારસો છે. ત્યારે આ ઇમારતમાં બરોડા સિટી મ્યુઝિયમ બનાવવામાં આવે તેવી અમારી માંગણી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments