વડોદરામાં પતંગના દોરાથી 250 પક્ષીઓ ઘવાયા, 20 કબુતરના મોત

0
91

વડોદરાઃ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે વડોદરા શહેરમાં 250 જેટલા પક્ષીઓ પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં 20 કબુતરના મોત નીપજ્યા હતા. ઇજાગ્રસ્ત પક્ષીઓને વડોદરાના 20 જેટલા સેન્ટર પર સારવાર કરવામાં આવી હતી.

કયા કયા પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા

કબૂતર- 240
ઘુવડ- 2
સમડી- 1
પોપટ-1
બતક-1
કાકળસર- 1
કાગડા-2

વડોદરા વન વિભાગ સાથે મળીને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ, વી કેર વડોદરા સેન્ટર ફોર એનિમલ રેસ્ક્યુ એન્ડ ઇમરજન્સી, જસ્ટ કોલ સેવ એનિમલ, જય હ્મુમિનીટી એન્ડ એનિમલ ફાઉન્ડેશન, જય દુર્ગા મિત્ર મંડળ, સેવ વાઇલ્ડ લાઇફ, જીએસપીસીએ, પ્રાણી જીવ રક્ષક સંસ્થા અને જય સીયારામ ગૃપ સહિતની સંસ્થાઓએ પોતાના સેન્ટરમાં પક્ષીઓની સારવાર કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here