વડોદરામાં પાણી ભરવાના પીપમાંથી વિદેશી દારૂ ઝડપાયો, 1 લાખના મુદ્દામાલ સાથે બુટલેગરની ધરપકડ

0
36

વડોદરા: વડોદરા શહેરના ખોડીયારનગર માય સેનેટ સ્કૂલ પાસેથી પાણી ભરવાના પીપમાં લાવવામાં આવેલો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે રૂપિયા 1 લાખના મુદ્દામાલ સાથે બુટલેગરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેર પી.સી.બી. શાખાના હે.કો. મનોજભાઇને ખોડીયાર નગર માય સેનેટ સ્કૂલ પાસે પાણી ભરવાના પીપમાં વિદેશી દારૂ લવાઇ રહ્યો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પી.એસ.આઇ. આર.એચ. સોલંકીએ સ્ટાફના અન્ય જવાનોની મદદ લઇ ટેમ્પોમાં પ્લાસ્ટીકના પાણી ભરવાના પીપમાં વિદેશી દારુ લઇને આવી રહેલા દિનેશ માંગીલાલ ખટીક (રહે. 33, ક્રિષ્ણાનગર, ન્યુ વી.આઇ.પી. રોડ, વડોદરા)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂ, મોબાઇલ ફોન અને ટેમ્પો મળી કુલ્લે રૂપિયા 1.03 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here