Sunday, September 19, 2021
Homeવડોદરામાં પોલીસનો રોફ બતાવી વેપારી સાથે છેતરપીંડી કરતા પિતા-પુત્ર અને પુત્રીની ધરપકડ
Array

વડોદરામાં પોલીસનો રોફ બતાવી વેપારી સાથે છેતરપીંડી કરતા પિતા-પુત્ર અને પુત્રીની ધરપકડ

વડોદરાઃ શહેરના વેપારી પાસેથી સામાન લઈ છેતરપીંડી કરતા પિતા-પૂત્ર અને પુત્રીની પોલીસે ધરપકડ કરી છે. ડી.સી.પી. ક્રાઇમ જયદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વડોદરા નજીક આવેલા સુંદર ગામ સ્થિત 39, ક્રિશ રેસિડેન્સીમાં રહેતા રાજુ ગણપતભાઇ ઝાલા અને તેમના પુત્ર પિયુષ ઉર્ફ યશ અને પુત્રી મોનિકા ઝાલાની પોલીસે ધરપકડ કરી છે. વાડી, ગોત્રી, જુના પાદરા રોડ, લક્ષ્મીપુરા માંજલપુર વિગેરે વિસ્તારમાં આવેલા શો રૂમોમાં જતા હતા. અને પોતે પોલીસ અધિકારીઓનો રોફ મારતા હતા.

જેમાં યુવતી ક્યારેક પત્રકાર હોવાનું પણ વેપારીઓને જણાવતી હતી. અને વેપારીને વિશ્વાસમાં લઇ તેઓની દુકાનોમાંથી સિલીંગ ફેન, મિક્ષર મશીન, ગીઝર, બ્લેંન્ડર જેવી ચિજવસ્તુઓ લેતા હતા. અને તેના બદલામાં ખોટા ચેક આપતા હતા. વેપારી તેઓના બેંક એકાઉન્ટમાં ચેક ભરતા ત્યારે રિર્ટન આવતા હતા. આ ત્રિપુટી જે ચિજવસ્તુઓ લાવતી હતી. તે ચિજવસ્તુઓ વેચીને રોકડી કરી લેતી હતી.

પોલીસે તેઓના ઘરમાંથી પોલીકેબ, એવર રેડી, ક્રોમ્પટન, હેવલ્સ વિગેરે કંપનીના 25 નંગ સિલીંગ ફેન, રોટી મેકર, સેન્ડવિચ મેકર, ઇંડક્ષન, સબમર્શીબલ પંપ, ગીઝર, પ્રોટીન પાવડરના ડબા, એલ.ઇ.ડી. લાઇટો, વોટર ફિલ્ટર, ઇલેકટ્રીક સગડી, વિગેરે મળી કુલ્લે રૂપિયા 4.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

તપાસ દરમિયાન પોલીસે કબજે કરેલ વિવિધ વસ્તુઓ
* પંખા : 45 * આરો : 10 * મેમરન : 8 * એલઇડી : 41 * ગીઝર : 3 * ઓવન : 2
* મિક્ષર : 14 * બ્લેન્ડર : 17 * સેન્ડવિચ ટોસ્ટર : 3 * રોટી મેકર : 3 * ઇન્ડક્શન ચૂલા : 14 * બિંદુ પંપ : 2 * વેદ ગ્રાન્ડેડ : 3

પીયૂષે ધારણ કરેલા હોદ્દાઓ
* સીબીઆઇ * સીઆઇડી * એસીબી * ક્રાઇમ બ્રાન્ચ અધિકારી * વાઘોડિયા પીએસઆઇ * અશ્વિન જાડેજા પોસઇ * પોલીસ ઇન્સ્પેકટર યશ ઝાલા

મોનિકાએ અનેક ઓળખ આપી
* ટીવી એન્કર * ટીવી ન્યૂઝ રિપોર્ટર * મહિલા પોલીસ ઇન્સ્પેકટર * ક્રાઇમ બ્રાન્ચ મહિલા પોલીસ સબ ઇન્સ્પેકટર * અમદાવાદ મહિલા પોલીસ સબ ઇન્સ્પેકટર

સામાનના સંગ્રહ માટે ઘર ભાડે રાખ્યું
પિતા, પુત્રી અને પુત્રની ત્રિપુટીએ વેપારીઓ પાસેથી વસ્તુઓની લૂંટ ચલાવી હતી. લૂંટ ચલાવેલા સામાનને સાચવી રાખવા માટે એક ઘર ભાડે રાખ્યું હતું. જ્યાં વેપારીઓ પાસેથી લૂંટ ચલાવેલો સામાન સંગ્રહ કરાતો હતો.

ત્રિપુટી સામે 6 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી છે
ત્રિપુટી સામે શહેરનાં માંજલપુર, ગોત્રી, વાડી, લક્ષ્મીપુરા, હરણી અને જે.પી પોલીસ સ્ટેશનમાં પત્રકાર અને પોલીસ અધિકારીની ઓળખ આપી સામાન ખરીદી કરી વિશ્વાસઘાત કર્યાના ગુનાઓ નોંધાયા છે. અગાઉ રાજુભાઈ મોચી કામ કરતા, પીયૂષ બાઉન્સર અને બોડીગાર્ડ તરીકે તેમજ મોનિકા સાપ્તાહિક ન્યૂઝ પેપરમાં કામ કરતાં હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments