Monday, September 20, 2021
Homeવડોદરામાં બિલ્ડરે ગેસ લાઇન પર સોસાયટીનું બાંધકામ કરી નાંખ્યુ, રહીશોએ નોટીસ આપી
Array

વડોદરામાં બિલ્ડરે ગેસ લાઇન પર સોસાયટીનું બાંધકામ કરી નાંખ્યુ, રહીશોએ નોટીસ આપી

વડોદરાઃ વડોદરા શહેરના ગોત્રી સેવાસી રોડ પર આવેલી અર્થ સોમનાથ સોસાયટીમાં બિલ્ડરે ગેસ લાઇન પર ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું. આ ઉપરાંત મેઇન્ટન્સ માટે રહીશોએ આપેલા રૂપિયા પણ બેંક એકાઉન્ટમાંથી ઉઠાવી લીધા હતા. જેને પગલે સ્થાનિક રહીશોએ વડોદરા જિલ્લા કલેક્ટર, વુડાના ટાઉન પ્લાનર અને ગેઇલના અધિકારીઓને નોટીસ આપી હતી. આ ઉપરાંત બિલ્ડર, ડેવલોપર્સ અને જમીન માલિકોને પણ નોટીસ આપી છે. અને ડેવલોપર્સ, જમીન માલિકો અને આર્કિટેક્ટ સામે પોલીસ કમિશનર સમક્ષ પણ ફરિયાદ કરી છે. અને આ મામલે કોઇ કાર્યવાહી નહીં થાય તો રહીશોએ જાગૃત નાગરિક સંસ્થા થકી હાઇકોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

બિલ્ડરે ગેસ લાઇન પર ગાર્ડન બનાવી દીધો
અર્થ સોમનાથ સોસાયટીના રહીશ નિરજ પટેલે જણાવ્યું હતું કે, ગેઇલ દ્વારા કલેક્ટરને આપેલા પત્ર પ્રમાણે ગેસ લાઇનની બંને બાજુએ 15 મીટરથી વધુ જગ્યા છોડીને બાંધકામ કરવાનું હોય છે. પરંતુ અર્થ સોમનાથ સોસાયટીના ડેવલોપર પ્રિતેશ શાહ, વીરલ શેઠ, તેમના ભાગીદારોએ એક ગેસ લાઇનથી માત્ર 5 મીટરના અંતરે બાંધકામ કર્યું છે. જેમાં 24 જેટલા મકાનો ગેરકાયદેસર બાંધ્યા છે. જ્યારે બીજી ગેસ લાઇનની ઉપર કોમન ગાર્ડન બાંધી દીધો છે. અને જો કોઇ હોનારત થાય તો આ સોસાયટીમાં જાનહાની સર્જાઇ શકે તેમ છે. આ ઉપરાંત ગામના તળાની જમીન પર સ્વિમિંગ પૂલ અને ક્લબ હાઉસનું બાંધકામ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ પણ સ્થાનિક રહીશોએ કર્યાં છે.
ડેવલેપરે સરકારને 52 લાખ 50 હજારનો ચૂનો લગાડ્યો
સોસાયટીના રહીશોના જણાવ્યા પ્રમાણે જમીન માલિક પરાક્રમસિંહ જાડેજા અને અશોક તન્નાએ અર્થ એલ.એલ.પી. નામની ભાગીદારી પેઢીને 15 કરોડમાં જમીનનો બાનાખત કરી આપ્યો હતો. અને માત્ર 10 લાખ રૂપિયા બાના પેટે લીધા હતા. અને તે માત્ર 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર છે. હકીકતમાં સરકારના પરીત્ર પ્રમાણે જમીનના કુલ ભાવના 3.5 ટકાનો સ્ટેમ્પ પેપર સરકારને આપવો પડે છે. જેથી જમીન માલિક અને ડેવલેપરે સરકારને 52 લાખ 50 હજારનો ચૂનો લગાડ્યો છે. ભવિષ્યમાં જો સરકારના ઓડિટમાં આ વસ્તુ ખબર પડે તો અમારી સોસાયટીને પેનલ્ટી થઇ શકે છે. સ્ટેમ્પ ડ્યટી બાબતે અમને કલેક્ટર ઓફિસના અધિકારીઓની મિલીભગત ગોય તેમ લાગે છે.
બિલ્ડરે મેઇન્ટનન્સના રૂપિયા એકાઉન્ટમાંથી ઉપાડી લીધા
અર્થ સોમનાથ સોસાયટીમાં 82 બંગ્લો આવેલા છે. જેમાં દરેક મકાન દીઠ એક-એક લાખ રૂપિયા મેઇન્ટનન્સ પેટે લેવામાં આવ્યા હતા. પરંતુ સોસાયટીના રહીશોની જાણ બહાર બિલ્ડર દ્વારા મેઇન્ટનન્સના રૂપિયા બેંક એકાઉન્ટમાંથી ઉઠાવી લેવામાં આવ્યા હતા. હાલ તે એકાઉન્ટમાં માત્ર 3 લાખ રૂપિયા જ બચ્યા છે.
હાઇકોર્ટ અને રાષ્ટ્રીય ગ્રાહક કમિશનમાં ફરિયાદ કરવાની ચીમકી
જાગૃત નાગરિક ગ્રાહક સુરત્રા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પી.વી.મૂરજાણીએ જણાવ્યું હતું કે, જમીન માલિકો, ડેવલપર્સ, આર્કિટેક, વુડા, ગેઇલ અને કલેક્ટર ઓફિસના અધિકારીઓની મિલીભગતથી આ છેતરપિંડી થઇ છે. અમે આ મામલે પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ પણ કરી છે. વડોદરા કલેક્ટર કચેરી, વુડા કચેરી, ગેઇલ કચેરી અને પોલીસ કમિશનર દ્વારા કોઇ કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે ગુજરાત હાઇકોર્ટ અને રાષ્ટ્રીય ગ્રાહક કમિશન, નવી દિલ્હીમાં ફરિયાદ કરવામાં આવશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments