Monday, October 18, 2021
Homeવડોદરામાં ભર બપોરે ચોરી કરવા ઘૂસેલા ચોરને સોસાયટીના રહીશોએ ફટકાર્યો
Array

વડોદરામાં ભર બપોરે ચોરી કરવા ઘૂસેલા ચોરને સોસાયટીના રહીશોએ ફટકાર્યો

વડોદરા: વડોદરા શહેરના વાસણા રોડ વિસ્તારમાં બપોરના સમયે ચોરી કરવા ઘૂસેલા ચોરને સ્થાનિક લોકોએ ઝડપી પાડી મેથીપાક ચખાડી પોલીસ હવાલે કરી દીધો હતો. સ્થાનિક લોકોએ ઝડપી પાડેલા ચોરે મકાનમાંથી 4 સોનાની બંગડી તેમજ સોનાનો સેટ કબજે કરી મકાન માલિકને પરત કર્યો હતો.

વડોદરા શહેરના વાસણા રોડ પર આવેલી સુસીલાપાર્ક સોસાયટીમાં રહેતા કશ્યપભાઇ પરિવાર સાથે બહાર ગામ ગયા હતા. બપોરના સમયે સોસાયટીમાં ઘૂસેલો ચોર કશ્યપભાઇના બંધ મકાનના તાળા સિફતપૂર્વક તોડી ઘરમાં ઘૂસી ગયો હતો. અને ઘરની તિજોરીમાંથી 4 સોનાની બંગડી, સોનાનો સેટ સહિત સોનાના દાગીના ચોરી ઘરમાંથી નીકળી રહ્યો હતો.

કશ્યપભાઇના મકાનની સામે સોસાયટીના એક વૃદ્ધ બેઠેલા હતા. તેઓએ કશ્યપભાઇના મકાનમાં ચહલ-પહલ જોતા તેઓએ સોસાયટીના લોકોને બોલાવ્યા હતા. ચોર ઘરમાંથી નીકળીને ફરાર થાય તે પૂર્વે સ્થાનિક લોકોએ ચોરને ઝડપી પાડ્યો હતો.

બનાવ અંગે સોસાયટીના રહીશોએ મકાન માલિક કશ્યપભાઇને જાણ કરતા તેઓ બહાર ગામથી પરત આવી ગયા હતા. સોસાયટીના રહીશોએ તેઓને તેમના ઘરમાંથી ચોરાયેલા દાગીના પરત કરતા કશ્યપભાઇ અને તેમના પરિવારજનોએ સોસાયટીના લોકોનો આભાર માણ્યો હતો. ગોત્રી પોલીસે ઝડપાયેલા ચોરની ધરપકડ કરી હતી. પોલીસે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments