Tuesday, September 28, 2021
Homeવડોદરામાં રંજનબેનની ઉમેદવારી પત્રક ભરવાની રેલીમાંથી 8 કાર્યકરોના ખીસ્સા કપાયા
Array

વડોદરામાં રંજનબેનની ઉમેદવારી પત્રક ભરવાની રેલીમાંથી 8 કાર્યકરોના ખીસ્સા કપાયા

વડોદરા : લોકસભાના ભાજપાના ઉમેદવાર રંજનબહેન ભટ્ટે શુક્રવારે રેલી સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું. રેલીમાં મુખ્યમંત્રી સહિત મોટી સંખ્યામાં ભાજપાના ચોકીદાર કાર્યકરો જોડાયા હતા. જે કાર્યકરો પૈકી 8 કાર્યકરોના ખીસ્સા કાતરુઓએ ખીસ્સા હળવા કર્યા હતા.

ભાજપાના ઉમેદવાર રંજનબહેન ભટ્ટની શુક્રવારે સવારે 11 કલાકે અમદાવાદી પોળથી કલેક્ટર કચેરી સુધી રેલી નીકળી હતી. રેલીમાં મોટી સંખ્યામાં ભાજપાના કાર્યકરો જોડાયા હતા. જેમાં ભાજપાના કાર્યકર મનોજ નાનજીભાઇ સોલંકીનું (રહે. બાવનચાલ, કારેલીબાગ) પાકિટ ચોરાયું હતું. જેમાં રૂપિયા 10,000 રોકડ, આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ વિગેરે હતા. આ ઉપરાંત પ્રદિપ બચુભાઇ મહિડાએ રૂપિયા 2000 રોકડા તથા ડ્રાઇવીંગ લાયસન્સ, હિતેષ ભાનુભાઇ શાહે રૂપિયા 1500 તથા એ.ટી.એમ. કાર્ડ, જયેશ દીતાભાઇએ રૂપિયા 850 તથા એ.ટી.એમ. કાર્ડ, મુકુંદ ડાહ્યાભાઇ રામીએ રૂપિયા 3500 રોકડા તથા એટીએમ કાર્ડ, જયંતિ છોટાભાઇ પરમારે રૂપિયા 2000 રોકડા તથા ડ્રાઇવીંગ લાયસન્સ, તિરથસિંહ છત્રસિંહ વાઘેલાએ રોકડ રૂપિયા 2500 તથા ડ્રાઇવીંગ લાયસન્સ અને મહેન્દ્ર મિસ્ત્રીએ રોકડ રૂપિયા રોકડ ગુમાવી હતી. રેલીમાં ખિસ્સાકાતરુઓનો ભોગ બનેલા કાર્યકરોએ રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાવપુરા રોડ ઉપરથી સી.સી. ફૂટેજ મેળવી ખિસ્સાકાતરુઓની તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments