વડોદરામાં રિક્ષા ચાલકને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપનાર બિલ્ડર ઝડપાયો

0
57

વડોદરાઃ વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી ક્રિસ્ટલ પ્રમુખ રેસિડન્સીમાં રહેતા ગણેશ શંકરભાઇ માહેકર(40)ને આત્મહત્યાની દુષ્પ્રેરણના આપનારા બિલ્ડર મનિષ પટેલની ગોત્રી પોલીસે ધરપકડ કરી છે.

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં પરિવાર સાથે રહેતા ગણેશ શંકરભાઇ માહેકરે 21 જૂન, 2107ના રોજ બિલ્ડરની દુષ્પ્રેરણાથી આપઘાત કરી લીધો હતો. પત્ની રેખા, બે પુત્રી અને એક પુત્ર સાથે રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું જીવન ચલાવનાર ગણેશે આપઘાત કરવા અંગે લખેલી અંતિમ ચિઠ્ઠી મળી આવતાં ગોત્રી પોલીસે કબજે કરી અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી હતી.
ગોત્રી વિસ્તારમાં આવેલી ક્રિસ્ટલ પ્રમુખ રેસિડેન્સીમાં રિક્ષાચાલક ગણેશભાઇ માહેકરે ફ્લેટ બુક કરાવ્યો હતો. બિલ્ડર મનિષ પટેલે 18 મહિનામાં પઝેશન આપી દેવાનું જણાવ્યું હતું. જોકે બિલ્ડરે સમયસર પઝેશન આપ્યું ન હતું. અને છેક 45 મહિના પછી ગણેશભાઇને પઝેશન મળ્યું હતું. ગણેશભાઇને અન્ય જગ્યાએ રહેવાનું ભાડું અને ફ્લેટની લોનના હપ્તાના એમ બંને બાજુથી તેઓ આર્થિક સંકળામણમાં આવી ગયા હતા. જેથી તેઓએ બિલ્ડર મનિષ પટેલ સામેના આક્ષેપો કરીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ બિલ્ડરે મૃતકના પરિવારજનોને યોગ્ય વળતર આપવાની સાથે ફ્લેટની લોન ભરપાઇ કરી દેવાની બાહેધારી આપી હતી. પરંતુ પરિવાર સાથે પણ વિશ્વાસઘાત કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here