Tuesday, September 28, 2021
Homeવડોદરામાં લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનેરો લગાવાતા વિવાદ સર્જાયો
Array

વડોદરામાં લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનેરો લગાવાતા વિવાદ સર્જાયો

વડોદરાઃ શહેરના નિઝામપુરામાં દલિતોના સ્મશાનની જગ્યામાં લઘુમતી બિલ્ડર ગૃપ દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક લોકો દ્વારા બાંધકામ અટકાવવામાં નહીં આવે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનેરો લગાવાતા વિવાદ સર્જાયો છે. સ્થાનિક રહીશો દ્વારા શરત ભંગ અને અશાંતધારાના ભંગની રજૂઆત સાથે આજે કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.

લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો
વડોદરા મહાનગર સેવા સદનના માજી મેયર ભરત શાહે જણાવ્યું હતું કે, નિઝામપુરા વિસ્તારમાં સાનિધ્ય સોસાયટીમાં દલિત સમાજના લોકો રહે છે. આ ઉપરાંત તેની આસપાસ સુર્યોદયનગર, પુનિત પાર્ક, ભવાનીપુરા, તપોવન વિગેરે મળી 70 સોસાયટીઓ આવેલી છે. આ સોસાયટી પાસે રે.સ. નંબર-957-2 વાળી ગોચરની જમીન આવેલી છે. ગોરવા ગ્રામ પંચાયતે આ જમીન જેતે સમયે કારખાના માટે ફાળવી હતી. બાદમાં આજ જમીન ઉપર આ દલિત સમાજ સ્મશાન તરીકે ઉપયોગ કરતા આવ્યા છે. જે જમીનનો લઘુમતીના કેટલાંક લોકોએ દસ્તાવેજ કરી ત્યાં બાંધકામ શરૂ કરતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આ જમીન ઉપર થઇ રહેલા બાંધકામ સામે આજે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.
ઉગ્ર આંદોલન કરવાની ચિમકી
સ્થાનિક રહીશો દ્વારા આ જમીન ઉપરનું બાંધકામ અટકાવવામાં નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાના બનેરો લગાવવામાં આવ્યા છે. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, આ જમીન ખાલસા કરવા માટે અગાઉ બે વખત રજૂઆત કરવામાં આવી છે. આજે પુનઃ રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં જો આ બાંધકામ હવે અટકાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ન છૂટકે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. તેવી ચિમકી ઉચ્ચારી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments