વડોદરામાં વાહન ચાલકે ટક્કર મારતા હેલ્મેટ વિના નીકળેલા યુવાનનું મોત, બાઇક 500 ફૂટ ફંગોળાયું

0
28

વડોદરા:  શહેરના ફતેગંજ બ્રિજ ઉપર 7-સીઝના વળાંક પાસે વડોદરા તાલુકાના વિરોદ ગામમાં રહેતા મિતુલ કપિલભાઇ પટેલ નામનો યુવાનને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા 500 ફૂટ સુધી ફંગોળાયો હતો. હેલ્મેટ પહોર્યું ન હોવાથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

 

મિતુલને માથામાં ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર જ મોતને ભેટ્યો હતો. મોડી રાત્રે અકસ્માતનો બનાવ બનતા જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. 18 કલાક પૂર્વે આ જ બ્રિજ પર બુલેટ સવાર 3 યુવાનોને અકસ્માત નડ્યો હતો. જેમાં 2 યુવાનોના મોત નીપજ્યાં હતા. એક જ સ્થળે 18 કલાકમાં અકસ્માતના બે બનાવો બનતા બ્રિજ ઉપર વળાંક વાહન ચાલકો માટે હવે જોખમી પુરવાર થઇ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here