Friday, December 3, 2021
Homeવડોદરામાં વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે 3 મહિલાની ધરપકડ
Array

વડોદરામાં વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે 3 મહિલાની ધરપકડ

વડોદરાઃ વિદેશી દારૂ અને બિયરના 26 હજારના જથ્થા સાથે છાણી પોલીસની સર્વેલન્ટ ટીમે 3 મહિલા બુટલેગરને ઝડપી પાડી છે. અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે વોચ ગોઠવીને મહિલાઓ ઝડપી પાડી

છાણી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે, 3 મહિલાઓ દમણથી વિદેશી દારૂ અને બિયર લાવીને વડોદરામાં વેચાણ કરે છે. જેને આધારે સર્વેલન્સ ટીમે છાણી કેનાલ રોડ પર વોચ ગોઠવી હતી. જેમાં પોલીસે છાણી ગામમાં રહેતા ગીતાબેન માળી(45), મધુબેન માળી(30) અને દોડકા ગામમાં રહેતા સુમિત્રાબેન માળી પૂછપરછ કરી હતી. અને તેમની તપાસ કરતા દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments