Friday, December 3, 2021
Homeવડોદરામાં વિદ્યાર્થિનીઓને અડપલાં કરતો ક્યુબ કન્સ્ટ્રકશનનો સુપરવાઇઝર પકડાયો
Array

વડોદરામાં વિદ્યાર્થિનીઓને અડપલાં કરતો ક્યુબ કન્સ્ટ્રકશનનો સુપરવાઇઝર પકડાયો

વડોદરા: સુભાનપુરામાં શિક્ષણ સમિતિ સંચાલિત ડો. રાજેન્દ્રપ્રસાદ પ્રાથમિક શાળામાં રિનોવેશનનું કામ કરતો ક્યુબ કન્સ્ટ્રક્શનનો  સુપરવાઇઝર શાળાના વોશરૂમમાં જતી વિદ્યાર્થિનીઓને અડપલાં કરતો હતો. વિદ્યાર્થિનીઓએ શિક્ષકોને ફરિયાદ કરતાં તેમણે આંખ આડા કાન કરી વિદ્યાર્થિનીઓને ઘરે નહિ કહેવા જણાવતા હતા.

સુપરવાઇઝર વિરુદ્ધ ત્રણ વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યાનો ગુનો નોંધ્યો

ગુરુવારે 3 કલાકમાં 2 વાલી સુપરવાઇઝર વિરુદ્ધ ફરિયાદ લઇને આવ્યા બાદ એક વાલીએ સ્કૂલના ધાબા પર જઇ લંપટ સુપરવાઇઝરને પકડી પાડ્યો હતો. અન્ય વાલીઓનાં ટોળાં ભેગાં થઇ જતાં સુપરવાઇઝરને મેથીપાક આપી ગોરવા પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે સુપરવાઇઝર વિરુદ્ધ ત્રણ વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યાનો ગુનો નોંધ્યો હતો. બીજી તરફ શાસનાધિકારીએ શાળાની મુલાકાત લઇ શિક્ષકો સાથે બેઠક કરી હતી.

10 દિવસમાં 6 સાથે અડપલાં કર્યા આપવીતી કહેતા છાત્રા રડી પડી
ક્યુબ કન્સ્ટ્રકશનના સુપરવાઇઝરે 10 દિવસમાં 6 વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં કર્યાં હતાં. આ વિદ્યાર્થિનીઓ પૈકી 2 તો આપવીતી કહેતાં ચોધાર આંસુએ રડી પડી હતી જ્યારે 4 વિદ્યાર્થિનીએ તો લંપટ સુપરવાઇઝરને પોલીસને નહિ અમારે હવાલે કરી દો, અમે તેને સજા આપીશું તેવું કહી આક્રોશ ઠાલવ્યો હતો.
  • હું 2 દિવસ પહેલાં રિસેસષમાં બાથરૂમમાં ગઇ હતી ત્યારે અચાનક દરવાજો ખૂલી ગયો હતો. મેં જોયું તો કોન્ટ્રાક્ટ વાળો હતો. તેણે અચાનક મારા શરીર પર હાથ ફેરવ્યો હતો. હું ડઘાઇને બહાર નીકળી ગઇ હતી. શિક્ષકને ફરિયાદ કરી હતી.
  • હું સ્કૂલના પટાંગણમાં રમતી હતી ત્યારે તે કોન્ટ્રાકટરે મને ખોળામાં બેસાડી હાથપગમાં અને શરીર પર અડપલાં કરવા લાગ્યો હતો. જેથી મેં શિક્ષકને કહ્યું તો શિક્ષકે પપ્પા મમ્મીને આ વાત નહીં કરવાનું કહ્યું હતું.
  • મારી નાની બેનને તે કોન્ટ્રાકટર શરીર પર અડપલાં કરતો હતો જેથી તેણે પપ્પાને આ વાત કરી હતી. પપ્પા સ્કૂલે આવ્યા ત્યારે બધી વિદ્યાર્થિનીઓ અને પપ્પાએ શિક્ષકને કહ્યું હતું કે સુપરવાઇઝરને પોલીસને નહિ, અમારે હવાલે કરી દો, અમે તેને સજા આપીશું તેવું કહી આક્રોશ ઠાલવ્યો હતો પરંતુ શિક્ષકે તે અહીંયાં નથી તેમ જણાવ્યું હતું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments