Sunday, January 23, 2022
Homeરામગઢમાં જીત સાથે કોંગ્રેસનો રાજસ્થાનમાં 100 સીટો પર કબ્જો, હરિયાણાનાં જીંદમાં ભાજપની...
Array

રામગઢમાં જીત સાથે કોંગ્રેસનો રાજસ્થાનમાં 100 સીટો પર કબ્જો, હરિયાણાનાં જીંદમાં ભાજપની જીત

નેશનલ ડેસ્ક: હરિયાણાના જીંદ અને રાજસ્થાનની રામગઢ વિધાનસભા સીટ પર 28 જાન્યુઆરીએ થયેલી ચૂંટણીનાં પરિણામો ગુરુવારે આવી ગયા છે. રામગઢમાં કોંગ્રેસની સફિયા જૂબેર ખાને જીત નોંધાવી હતી. તેમણે ભાજપનાં સુખવંત સિંહને 12,228 વોટોથી હરાવ્યા છે. આ જીત સાથે 200 સીટો વાળી રાજસ્થાન વિધાનસભામાં કોંગ્રેસની 100 સીટો થઈ ગઈ છે. જીંદમાં ભાજપનાં કૃષ્ણ મિડ્ઢા 12,935 વોટોથી જીત્યા હતા.

8માં રાઉન્ડની ગણતરી દરમિયાન EVM મશીનનાં નંબર મેચ ન કરી શકવાને લીધે કાઉન્ટિંગ સેન્ટરની અંદર જ ઉમેદવાર વિનોદ આશ્રીનાં સમર્થકોએ હોબાળો કર્યો હતો. ત્યારબાદ કાઉન્ટિંગ સેન્ટરની બહાર પણ ઘણા લોકોએ હોબાળો કર્યો હતો. પોલીસે હોબાળો કરી રહેલા લોકો પર લાઠીચાર્જ કર્યો હતો. આ હોબાળાનાં કારણે ગણતરી આશરે 55 મીનીટ રોકાઈ હતી.

જીંદઃ કયા રાઉન્ડમાં કોણે કેટલા વોટ મળ્યા

રાઉન્ડ રણદીપ સુરજેવાલ(કોંગ્રેસ) કૃષ્ણ મિડ્ઢા(ભાજપ) દિગ્વિજય ચૌટાલા(જજપા)
1 2169 2535 3639
2 1754 3719 4253
3 1890 2796 3334
4 1801 6131 2217
5 1199 5571 1872
6 1225 5360 1057
7 1609 2399 3031
8 2086 3369 3467
9 2043 5381 2455
10 1815 5163 1521
11 2020 4192 4110
12 2081 1950 4337
13 1048 1700 2338
કુલ 22740 50566 37631

 

રામગઢઃ કયા રાઉન્ડમાં કોણે કેટલા વોટ મળ્યા

રાઉન્ડ સફિયા જૂબેર ખાન(કોંગ્રેસ) સુખવંત સિંહ(ભાજપ) જગત સિંહ(બસપા)
1 7020 2659 463
2 3225 4455 568
3 2907 5087 657
4 4515 3897 1131
5 6440 2518 820
6 9109 1046 903
7 4284 5237 988
8 4660 3925 412
9 2349 4780 839
10 2047 3632 2383
11 5600 2105 1473
12 5060 2081 1981
13 3067 3192 1887
14 3623 3192 1887
15 2109 3151 2912
16 3261 3552 2148
17 2991 4347 988
18 2125 6692 216
19 4014 3663 314
20 4898 2394 411
પોસ્ટલ વોટ 7 30 9
કુલ 83311 71083 24856

 

ભાજપ જીંદમાં 1.86% વોટથી હારી હતી.

જીંદ વિધાનસભામાં અગાઉ 12 વખત યોજાયેલી ચૂંટણીમાં 5 વખત કોંગ્રેસ, 4 વખત લોકદળ-ઈનેલોએ જીત નોંધાવી હતી. એક-એક વખત હરિયાણા વિકાસ પાર્ટી, એનસીઓ અને અપક્ષ ઉમેદવારે જીત મેળવી હતી. કોંગ્રેસ નેતા માંગેરામ ગુપ્તા અહીંથી 4 વખત જીત્યા હતા. 2009માં ઈનેલો નેતા હરિતંદ્ર મિડ્ઢાએ ગુપ્તાને હરાવ્યા હતા. 2014માં મિડ્ઢાએ ઈનેલોમાંથી ભાજપમાં આવેલા સુરેન્દ્ર બરવાલને 1.86% એટલે કે 2257 વોટથી હરાવ્યા હતા.

જીંદમાં શહેર વિસ્તારથી વધુ ગ્રામીણ વિસ્તારનાં મત આવ્યા હતા

જીંદમાં 28 જાન્યુઆરીએ 75.72 ટકા મત મળ્યા હતા. 1,72,774 મતદાતાઓમાંથી 1,30,824 મત આપ્યા હતા. શહેરી વિસ્તારમાંથી 72% અને ગ્રામીણ વિસ્તારમાંથી 87% મતદાન થયુ હતુ. જીંદનાં ઈતિહાસમાં ચોથી વખત 75%થી વધુ મતદાન થયું છે. અહીં 1987માં 76.28% મતદાન થયુ હતુ.

રાજસ્થાન- 199 સીટ પર થઈ હતી ચૂંટણી

રામગઢમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાન પહેલાં બસપા ઉમેદવાર લક્ષ્મણ ચૌધરીનું નિધન થઈ ગયું હતું. ત્યારપછી ચૂંટણી પંચે અહીંની ચૂંટણી રોકી દીધી હતી. તેથી ત્યારે રાજ્યમાં 200માંથી 199 વિધાનસભા સીટ પર મતદાન થયું હતું.

1972માં જાટ ઉમેદવારની થઈ હતી જીત

જીંદમાં અંદાજે 48 હજાર જાટ વોટર છે. બ્રાહ્મણ, પંજાબી અને વાણીયાની વાત કરીએ તો દરેક સમુદાયના લોકોની સંખ્યા 14થી 15 હજાર વચ્ચે છે. ગઈ વખતે 1972માં જાટ ઉમેદવારની જીત થઈ હતી. તે સમયે કોંગ્રેસના ચૌધરી દલ સિંહ ધારાસભ્ય બન્યા હતા. ત્યારપછી જેટલા પણ ધારાસભ્ય બન્યા તેમાંથી મોટા ભાગના પંજાબી સમુદાયના હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular