- Advertisement -
વડોદરા: ટેમ્પોમાં શાકભાજી મૂકીને વેચવાનો વ્યવસાય કરતા વેપારીને લાલબાગ બ્રિજ નીચે મોડી રાત્રે અજાણ્યા શખ્સો માર મારી રૂપિયા 4000 રોકડ લૂંટી ફરાર થઇ ગયા હતા. લૂંટારૂઓના હુમલાનો ભોગ બનેલા વેપારીને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
જીતેન્દ્ર જીણાભાઇ મારવાડી સન ફાર્મા રોડ ઉપર વુડાના મકાનમાં રહે છે. મંગળવારે મોડી રાત્રે જીતેન્દ્ર મારવાડી શાકભાજીનો ધંધો કરીને ઘર તરફ જઇ રહ્યા હતા. લાલબાગ બ્રિજ નીચે ટેમ્પો બગડતા તે ટેમ્પો પાર્ક કરીને સામાન લેવા માટે સિટીમાં ગયા હતા.
જીતેન્દ્ર સામાન લઇને ટેમ્પો પાસે ટેમ્પો રિપેર કરતા હતા. તે સમયે અજાણ્યા બે શખ્સો આવી પહોંચ્યા હતા. અને તેઓને માર મારી તેઓ પાસેના રૂપિયા 4000 રોકડની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. બીજી બાજુ હુમલાનો ભોગ બનેલા વેપારીને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે સ્થાનિક લોકો લઇ ગયા હતા.