Monday, September 27, 2021
Homeવડોદરામાં સામાજિક કાર્યકર ગુલાબ રાજપૂત પર ચાકૂથી હુમલો, ICUમાં દાખલ
Array

વડોદરામાં સામાજિક કાર્યકર ગુલાબ રાજપૂત પર ચાકૂથી હુમલો, ICUમાં દાખલ

વડોદરાઃ વડોદરા શહેરના એમ.જી. રોડ આવેલી શામળ બેચરની પોળમાં રવિવારે સાંજે પૂર્વ વિદ્યાર્થી નેતા અને સામાજિક કાર્યકર ગુલાબ રાજપૂતની એન્ટિક વસ્તુઓની દુકાનમાં ઘૂસી આવેલી ત્રિપુટીએ લૂંટના ઇરાદે ચાકૂથી હુમલો કર્યો હતો. હુમલાખોરો ત્રણ ઘા ઝીંકીને ભાગતા ટોળકીના એક સાગરિતને ટોળાએ પકડી પાડી મેથીપાક આપી અધમૂઓ કરી દીધો હતો.

બે સાગરિતો ફરાર થઇ ગયા
સામાજિક કાર્યકર ગુલાબ રાજપૂત રવિવારે સાંજે દુકાનમાં હાજર હતા, ત્યારે સ્લમ ક્વાર્ટરનો સંજય રાજુ સવારા નામનો શખ્સ બાઇક લઇ આવ્યો હતો. તેણે દુકાનમાં આવીને થોડો માલ કઢાવી તેમણે પહેરલું સોનાનું કડુ, ચેઇન આપી દેવા ધમકી આપી હતી. રાજપૂત કાંઇ સમજે તે પહેલા જ આ શખ્સે આડેધડ ઘા ઝીંક્યા હતાં. તેમના ગળા અને પેટના ભાગે 3 ઘા વાગ્યા હતાં. હુમલાના પગલે બૂમાબૂમ થતાં સંજય ભાગવા જતાં લોકોએ પકડી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં સંજય સાથે અન્ય બે સાગરિતો હતા, જે ફરાર થઇ ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે.
હુમલાનું કારણ લૂંટ જ છે કે, બીજુ તે સ્પષ્ટ થયું નથી
સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.જે. સોસાએ કહ્યું કે, ગુલાબ રાજપૂત આઇસીયુમાં હોવાથી હુમલા પાછળનું કારણ લૂંટ જ છે કે બીજુ તે સ્પષ્ટ થયું નથી.
હુમલાખોર 2 દિવસથી ગુલાબ રાજપૂતની રેકી કરતો હતો
હુમલાખોર ગુલાબ રાજપૂતની 2 દિવસથી રેકી કરતો હતો. સંજય શનિવારે બપોરે ગુલાબ રાજપૂતની દુકાનમાં આવ્યો હતો. તેણે એન્ટિક ચીજવસ્તુઓ કઢાવી બિલ પણ બનાવ્યું હતું. ત્યારબાદ હમણા પૈસા નથી, કાલે આવીશ તેમ કહી જતો રહ્યો હતો. રવિવારે બપોરે સંજય ફરીવાર દુકાને આવ્યો હતો, તેણે એન્ટીક ચીજવસ્તુઓ વિશે પૂછપરછ કરી હતી. જોકે, ગુલાબ રાજપૂત દુકાનમાં ન હોવાથી પેલા ભાઇ ક્યારે આવશે, તેવું પૂછી સાંજે ફરી આવીશ તેમ કહી નીકળી ગયો હતો. ત્યારબાદ સાંજે ફરીવાર સંજય આવ્યો હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments